બ્રિટને રશિયાની ઓઈલ કંપનીઓ સામે મૂક્યો પ્રતિબંધ, ભારતની આ કંપની સામે પણ કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Britain Ban Russian Oil Company: બ્રિટને રશિયાના તેલ વેપારને સિમિત કરવા માટે અનેક કંપની અને સંસ્થા પર કેટલીક રોક લગાવી દીધી છે, જેમાં ભારતની ખાનગી તેલ રિફાઇની નાયરા એનર્જી લિમિટેડ પણ સામેલ છે. બ્રિટન સરકારે કહ્યું કે, આવું એટલે કરવામાં આવ્યું છે કારણકે, યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિનના નાણાંકીય સંસાધનોને કમજોર કરી શકાય.
કેમ લાદવામાં આવ્યા પ્રતિબંધો?
ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા પ્રતિબંધોનો હેતુ પુતિનના યુદ્ધ ભંડોળના કેન્દ્રને ટાર્ગેટ કરવનાનો છે. આ પ્રતિબંધો વૈશ્વિક ઊર્જા બજારોમાં રશિયાની પહોંચને મર્યાદિત કરવામાં અને તેલની આવકને અવરોધવામાં મદદ કરશે. FCDO એ જણાવ્યું હતું કે, "આજની કાર્યવાહી પુતિનના આવકના સ્ત્રોતોને કાપી નાખવાની સરકારની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં રશિયન કંપનીઓ અને તેમના વૈશ્વિક સમર્થકોનો સમાવેશ થાય છે."
આ પણ વાંચોઃ 'ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે...' ટ્રમ્પનો દાવો, કહ્યું PM મોદીએ આપ્યું આશ્વાસન
કઈ કંપની લાદ્યો પ્રતિબંધ?
બ્રિટનના નવા પ્રતિબંધોની યાદીમાં ચીનમાં ચાર તેલ ટર્મિનલ, રશિયન ક્રૂડ ઓઇલ વહન કરતા 44 ટેન્કર અને ભારતની નાયરા એનર્જીનો સમાવેશ થાય છે. તેનો દાવો છે કે નાયરાએ 2024માં રશિયા પાસેથી 100 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું, જેની કિંમત 5 બિલિયન યુએસ ડોલરથી વધુ હતી.
નવા પ્રતિબંધોમાં થાઇલેન્ડ, સિંગાપોર, તુર્કીયે અને ચીનની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ કંપનીઓ પર રશિયાની લશ્કરી સપ્લાય ચેઈનને ઇલેક્ટ્રોનિક ઘટકો પૂરા પાડવાનો આરોપ છે જેનો ઉપયોગ યુક્રેન સામે છોડવામાં આવતા ડ્રોન અને મિસાઈલોમાં થાય છે.
રશિયન દિગ્ગજો પર કાર્યવાહી
નવા પ્રતિબંધોની સીધી અસર રશિયાની મુખ્ય તેલ કંપનીઓ, રોઝનેફ્ટ અને લુકોઇલ પર પણ પડશે. યુકે સરકારના જણાવ્યા અનુસાર, રોઝનેફ્ટ એકલા રશિયાના લગભગ અડધા તેલ ઉત્પાદન અને વૈશ્વિક ઉત્પાદનના 6 ટકાને નિયંત્રિત કરે છે. બ્રિટિશ વિદેશ સચિવ ઇવેટ કૂપરે સંસદમાં જણાવ્યું હતું કે, "યુરોપ આ નિર્ણાયક સમયે દબાણ વધારી રહ્યું છે. યુકે અને અમારા સાથીઓ પુતિનના તેલ, ગેસ અને શેડો ફ્લિટ સામે કાર્યવાહી કરી રહ્યા છે અને જ્યાં સુધી તેઓ તેમના યુદ્ધ પ્રયાસો છોડી નહીં દે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં."
આ પણ વાંચોઃ અમેરિકાએ સહાય બંધ કરતા લાખો લોકો સામે ભૂખમરાંનું સંકટ, 6 દેશોમાં શાસન કરવું મુશ્કેલ
બ્રિટનની આ જાહેરાત રશિયાના ઊર્જા અઠવાડિયા દરમિયાન કરી, જેમાં પુતિન બિન-પશ્ચિમી દેશોને પોતાની ઊર્જા નિકાસને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. FCDOએ કહ્યું કે, આ પ્રતિબંધ રશિયાના ક્રૂડ અને ગેસ વિના નવા બજારની શોધમાં પ્રયાસોને કમજોર કરવા માટે છે. આ સિવાય ત્રીજા દેશોમાં રિફાઇન્ડ તેલ ઉત્પાદનોની આયાત પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે રશિયન ક્રૂડ ઓઇલથી બને છે.
નાયરા એનર્જીનું નિવેદન
નાયરા એનર્જી, જે ગુજરાતમાં ભારતની બીજી સૌથી મોટી ખાનગી રિફાઇનરી સંચાલિત કરે છે. નાયરાએ કહ્યું કે, કંપની સંપૂર્ણ રીતે ભારતના કાયદા અને નિયમોનું પાલન કરે છે. કંપનીએ યુરોપિયન યુનિયનની ગત પ્રતિબંધોની ટીકા કરતા તેને વાહિયાત અને ભારતના સાર્વભૌમનું ઉલ્લંઘન જણાવ્યું છે.








