મારા તે મગર સાથે અકલ્પ્ય સંબંધો છે : મહિલા ઝૂ કીપર 114 કિ.ગ્રા.ના મગરને બાળકની જેમ હાથમાં ઝૂલાવે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તે ઝૂ કીપરે કહ્યું : પ્રાણીઓ સાથે વિશ્વાસ અને કુટુંબીજન જેવી ભાવના વિકસાવો તેમને પ્રેમ અને માન પણ આપો છતાં સાવચેતી રાખો
ચંદીગઢ : ૧૧૪ કિ.ગ્રા. (૨૫૦ પાઉન્ડ)ના મગરને બે હાથમાં તેડીને જઈ રહેલાં મહિલા ઝૂ કીપરને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય, કદાચ આંચકો પણ લાગે. ઝૂ કીપરે તે મગરનું નામ 'ડાર્થ' રાખ્યું છે. તેને તેડીને તે મહિલા ઝૂ કીપર જતાં હતાં, ત્યારે તે શાંત દેખાતો હતો. આની ક્લિપ તેઓએ ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી છે.
આ મહિલા ઝૂ કીપરે તે ક્લિપમાં જણાવ્યું હતું કે, ડાર્થ તો મારી સાથે વર્ષોથી રહ્યો છે. તેને તેડીને હું જાઊં છું તે જોઈને ઘણાનાં રૂવાંડાં બેઠા થઈ જાય તે પણ સહજ છે, પરંતુ મારા તે પ્રચંડ પ્રાણી સાથે કુટુંબીજન જેવા સંબંધો બંધાઈ ગયા છે. અને એકબીજા માટે પૂરો વિશ્વાસ પણ બંધાઈ ગયો છે.
આ ઝૂ કીપરે અન્ય પ્રાણીઓ સાથે કુટુંબીજન જેવી ભાવના કેળવો તેમને પ્રેમ અને માન પણ આપો તો તેઓ તમારાં જ બની રહેશે, છતાં સાવચેતી તો રાખવી જ પડે. કારણ કે તે અજાણતાં પણ તમોને નુકસાન કરી બેસે.
માડ્રીડ ઝૂનાં આ ઝૂ કીપરનો વિડીયો જોઈ એક નેટિઝને લખ્યું 'તે મગર તો ઘણો પ્રચંડ છે'. બીજાએ લખ્યું 'આથી વધુ બહાદૂર મહિલા ભાગ્યે જ જોવા મળે.' ત્રીજા નેટીઝને લખ્યું 'તે મગર અને મહિલા ઝૂ કીપર વચ્ચેની પારસ્પરિક વિશ્વાસની ભાવના અકલ્પ્ય છે.' જ્યારે ચોથા નેટિઝને કહ્યું હતું કે, ૧૧૪ કિ.ગ્રા.ના મગરને ઉઠાવવા માટે અસામાન્ય શક્તિની પણ જરૂર છે.'




