Entertainment

બહુત બોલ રહા હૈ તુ..રણબીરે પાપારાઝીઓને ધમકાવ્યા

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં મનીષ મલ્હોત્રાના ફેશન શો પછી રણબીર કપૂર ફરી પાપારાઝીઓ પર ગુસ્સે થયો હતો. આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને સંજય લીલા ભણસાલી સાથે પોઝ આપતી વખતે એક ફોટોગ્રાફરે વારંવાર પોઝ આપવાનું કહેતા, રણબીરે ગુસ્સામાં કહ્યું, "બહુત બોલ રહા હૈ તુ, હૈ ના." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રણબીરનો ગુસ્સો સ્પષ્ટ દેખાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બહુત બોલ રહા હૈ તુ..રણબીરે પાપારાઝીઓને ધમકાવ્યા

મુંબઈ: રણબીર વારંવાર પાપારાઝીઓ પર ગુસ્સો ઠાલવતો જોવા મળે છે. મુંબઈમાં ફરી એક ઈવેન્ટમાં તેણે પાપારાઝીઓને ધમકાવ્યા હતા. મનિષ મલ્હોત્રાના ફેશન શોમાં આલિયા અને વિકી સામેલ થયા પછી તેઓ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી તથા રણબીર કપૂર સાથે વેન્યૂની બહાર ફોટોગ્રાફરો માટે પોઝ આપી રહ્યા હાત.
ફોટો સેશન દરમ્યાન દિગ્દર્શક સંજય લીલા ભણસાલી થોડો સમય માટે ફ્રેમથી બહાર નીકળી ગયા જેથી કલાકારોનો ગુ્રપ ફોટો આવી શકે. પણ રણબીરે તેમને પાછા આવીને બધાની સાથે તસવીરમાં સામેલ થવા કહ્યું હતું. ગુ્રપ જ્યારે ત્યાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે એક ફોટોગ્રાફરે વારંવાર રણબીરને બૂમ પાડી તેને આલિયા તેમજ વિકી સાથે ફરી પોઝ આપવા જણાવ્યું. આથી ચિડાઈને પાછળ ફરીને રણબીરે જોરથી કહ્યું, 'બહુત બોલ રહા હૈ તુ, હૈ ના.' તેની આ નાનકડી ટિપ્પણી વીડિયોમાં રેકોર્ડ થઈ ગઈ અને પછી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.