સન્યાસ પૂરો થયો, મમતા કુલકર્ણી ફરી ગ્લેમરસ અંદાજમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: 2025ના મહાકુંભ મેળા દરમ્યાન ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાને અપનાવનાર મમતા કુલકર્ણી ફરી એકવાર પોતાના નવા લૂક માટે સમાચારમાં ચમકી છે.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થયા પછી વિરોધના પગલે પોતાના પદ પરથી રાજીનામુ આપનાર મમતા હવે આધુનિક અવતારમાં અને 'કરણ અર્જુન'ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે. તે મનોરંજન ઉદ્યોગમાં કમબેક માટે તૈયારી કરી રહી હોવાનું ચર્ચાય છે.
તાજેતરમાં ભગવા વસ્ત્રો પહેરતી મમતા હવે ગ્લેમરસમાં પોષાકમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે સાધ્વી બનવાનાના તેના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા.
કેટલાકે તેના આધ્યાત્મિક નિર્ણય પર ટિપ્પણી કરી, જ્યારે ઘણા ચાહકોએ તેના ડાન્સની પ્રશંસા કરી હતી.
માર્ચમાં મમતા એક રસોઈ રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ'માં મહેમાન તરીકે દેખાઈ હતી. નારંગી સાડીમાં તેણે સ્પર્ધકો સાથે મસ્તી મજાક કર્યા અને તેના લોકપ્રિય ગીત પર ડાન્સ પણ કર્યો. સામાજિક મેળાવડા અને ટીવી શોમાં તેની વારંવાર હાજરીથી સવાલ ઉઠયા છે કે શું મમતા બેનર્જી ફરી મનોરંજન ઉદ્યોગમાં પાછા ફરવાની તૈયારી કરી રહી છે કે કેમ.




