હતાશ થઇ ગયા છે તે સ્પષ્ટ છે : ઇરાને અમેરિકાનું અન્ડર વૉટર ડ્રોન પકડયું હોવાના દાવાનો રદીયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇરાને દાવો કર્યો હતો કે અમે અમેરિકાનું અન્ડર વૉટર ડ્રોન હોર્મુઝ સ્ટ્રેઇટ્સમાં પકડી પાડયું છે તેને અમેરિકી સેનાએ જુઠ્ઠા સમાચાર કહ્યા
નવી દિલ્હી : ઇરાને દાવો કર્યો હતો કે તેણે હોર્મુઝ સ્ટ્રેઇઝમાં અમેરિકાનું અન્ડર વૉટર ડ્રોન પકડી પાડયું છે. તેને અમેરિકાનાં સૈન્યે સ્પષ્ટ રદીયો આપ્યો છે અને કહ્યું છે કે તેઓ ડેસ્પરેટ (હતાશ) થઇ ગયા છે. તેથી આવા જૂઠા સમાચારો વહેતા મુકે છે.
અલ જજીરાને આપેલી મુલાકાતમાં યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટર કોમ)ના પ્રવક્તા કેપ્ટન ટીમ હોકિન્સે રવિવારે (સ્થાનિક સમય પ્રમાણે) ઇરાનનાં આ વિધાનોને સ્પષ્ટ રદીયો આપતાં કહ્યું હતું કે અમેરિકાની દરેક પ્રકારની અનમેન્ડે સીસ્ટીમ્સ (માનવ રહિત યંત્રો) જે તે વિસ્તારમાં સક્રિય છે. તે બધી જ પૂરેપૂરી હમારી ગણતરીમાં જ આવેલી છે અને સંપૂર્ણત: સ્વસ્થ છે.
કેપ્ટન હોકીન્સે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટસ અમારાં દરેક ડ્રોન ઓરેશનલ એસેટસનો પણ પાકો હીસાબ રાખે છે. તેથી આઈઆરજીસી (ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ)તો તે દાવો તેઓ કેટલી હદે હતાશ થઇ ગયા છે, તે દર્શાવે છે.
આઈઆરજીસીએ તેવો દાવો કર્યો હતો કે તેથી અમે બે ઓટોનોમસ અનમેન્ડ વ્હીકલ્સ (એયુવીઝ) રેમસ-૬૦૦ અને એમ.કે.૧૮ મોડ-૨ જપ્ત કર્યા છે. પરંતુ તેને અમેરિકાએ સ્પષ્ટ રદીયો આપ્યો છે.




