World

ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ! નેતન્યાહૂનું રિએક્શન કેવું હતું?

By GS Team
13 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે કરવામાં આવેલી એક જાહેરાતે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભારે આંચકો આપ્યો છે. આ આશ્ચર્ય પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ આ અંગે ઈઝરાયલને પહેલાં કોઈ જ માહિતી આપી ન હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ! નેતન્યાહૂનું રિએક્શન કેવું હતું?

Donald Trump Iran deal: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે કરવામાં આવેલી એક જાહેરાતે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભારે આંચકો આપ્યો છે. આ આશ્ચર્ય પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ આ અંગે ઈઝરાયલને પહેલાં કોઈ જ માહિતી આપી ન હતી.

ટ્રમ્પનો દાવો: ઈરાન સાથે સંમતિ અને હુમલા રદ્દ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો હતો કે ઈરાનના નેતૃત્વએ એક MoUને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીના કારણે 60 દિવસ માટે યુદ્ધ અટકી શકે છે, હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ ફરી ખુલી શકે છે અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર નવી ચર્ચાઓ શરૂ થઈ શકે છે. આ મોટી સફળતાને જોતા  ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, તેમણે ઈરાન વિરુદ્ધ આયોજિત કરેલા અમેરિકન હુમલાઓ હાલ પૂરતા રોકી દીધા છે.

નેતન્યાહૂને અંધારામાં રાખવામાં આવ્યા?

અમેરિકન સમાચાર એજન્સી 'એક્સિયોસ' (Axios)ના અહેવાલ અનુસાર, આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું છે કે ટ્રમ્પ દ્વારા આ પ્રસ્તાવિત ડીલનો ખુલાસો કરવામાં આવ્યો તે પહેલાં નેતન્યાહૂને આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. જોકે, ટ્રમ્પની આ મોટી જાહેરાત બાદ તરત જ નેતન્યાહૂએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પછી ઈઝરાયલી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરીને અમેરિકન પ્રમુખનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઈઝરાયલ ભલે હિસ્સો નથી, પણ ટ્રમ્પની પ્રતિબદ્ધતા પ્રશંસનીય: નેતન્યાહૂ

નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, ભલે ઈઝરાયલ આ ડીલનો સીધો ભાગ નથી, પરંતુ અંતિમ કરારમાં ઈરાન પાસેથી પરમાણુ સામગ્રી હટાવવા, તેના પરમાણુ પ્લાન્ટના માળખાને નષ્ટ કરવા, મિસાઈલ બનાવવાની ક્ષમતાને મર્યાદિત કરવા અને આતંકવાદી સંગઠનોને મળતું ઈરાનનું સમર્થન કાયમી ધોરણે બંધ કરાવવા માટે  ટ્રમ્પે જે મક્કમતા બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે.

આ પણ વાંચો: ‘અંધભક્તોની રક્ષા અમેરિકા કેવી રીતે કરશે...’, ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઇએ ટ્રમ્પને ઘેર્યાં

કતારની મધ્યસ્થતા રંગ લાવી

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આ મોટો નિર્ણય કતારની સક્રિય મધ્યસ્થતા બાદ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારના અધિકારીઓ અને ઈરાનના પ્રતિનિધિઓએ બુધવારે મોડી રાત સુધી બેઠકો કરીને ઈરાનની જપ્ત થયેલી સંપત્તિઓને મુક્ત કરવા, હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ ફરી ખોલવા અને ભવિષ્યની પરમાણુ ચર્ચાઓના માળખા જેવા મુખ્ય મુદ્દાઓ પરના મતભેદો ઘણા ખરા અંશે ઉકેલી લીધા છે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનના ટોચના નેતૃત્વએ આ પ્રસ્તાવિત કરારને મંજૂરી આપી દીધી છે અને આ મામલે તેમને કેટલાય અખાતી દેશોનો સાથ પણ મળ્યો છે.

ઈરાને ટ્રમ્પના દાવાને ફગાવ્યો, અનિશ્ચિતતા યથાવત

બીજી તરફ, ઈરાને ટ્રમ્પના 'ડીલ ફાઇનલ' વાળા નિવેદનને સરેઆમ ફગાવી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કરારનો મુખ્ય ભાગ લગભગ નક્કી થઈ ગયો હતો, પરંતુ અમેરિકા પોતાનું વલણ વારંવાર બદલી રહ્યું છે અને નવી શરતો તથા માગણીઓ સામે રાખી રહ્યું છે. જોકે, ટ્રમ્પે એવા સંકેત આપ્યા છે કે આ વીકેન્ડ પર યુરોપમાં ઉપપ્રમુખ જેડી વેન્સના નેતૃત્વમાં આ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે, તેમ છતાં બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ આ ડીલના ભવિષ્યને લઈને હજુ પણ આશંકા અને અનિશ્ચિતતા વ્યક્ત કરી રહ્યા છે.