World

‘અંધભક્તોની રક્ષા અમેરિકા કેવી રીતે કરશે...’, ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઇએ ટ્રમ્પને ઘેર્યાં

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધો બિલકુલ તળિયે પહોંચી ગયા છે. પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો, પ્રાદેશિક સંઘર્ષો અને સૈન્ય ગતિવિધિઓને લઈને બંને દેશો વચ્ચે અનેકવાર આમને-સામનેની સ્થિતિ સર્જાઈ છે. આ ભયંકર તણાવની વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇએ અમેરિકાની સૈન્ય તાકાત પર સીધા સવાલો ઉઠાવતા એક અત્યંત કડક નિવેદન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અંધભક્તોની રક્ષા અમેરિકા કેવી રીતે કરશે...’, ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઇએ ટ્રમ્પને ઘેર્યાં

Iran Supreme Leader Slams US: અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધો બિલકુલ તળિયે પહોંચી ગયા છે. પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો, પ્રાદેશિક સંઘર્ષો અને સૈન્ય ગતિવિધિઓને લઈને બંને દેશો વચ્ચે અનેકવાર આમને-સામનેની સ્થિતિ સર્જાઈ છે. આ ભયંકર તણાવની વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇએ અમેરિકાની સૈન્ય તાકાત પર સીધા સવાલો ઉઠાવતા એક અત્યંત કડક નિવેદન આપ્યું છે.

પોતાની સુરક્ષાના ઠેકાણા નથી, તે બીજાને શું બચાવશે?

ઇરાનના સુપ્રીમ લીડરે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે, જે અમેરિકન સૈન્ય મથકો (Milatary Bases) પાસે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ક્ષમતા નથી, તેઓ બીજા દેશોની સુરક્ષા કરવાનો દાવો કેવી રીતે કરી શકે? મોજતબા ખામેનેઇએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે અમેરિકી સૈન્ય મથકો જ સુરક્ષિત નથી, ત્યારે તે એવા દેશોની રક્ષા કેવી રીતે કરશે જેઓ તેમના પર નિર્ભર છે અથવા જેઓ અમેરિકાને ભગવાનની જેમ પૂજે છે (અંધભક્તિ કરે છે).

વૈશ્વિક સ્તરે મોટો રાજકીય સંદેશ

સંરક્ષણ નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં વર્ચસ્વ જમાવવા માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે ખામેનેઇના આ નિવેદનને એક મોટા રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકન સૈન્યની હાજરી હવે પહેલા જેવી પ્રભાવશાળી રહી નથી. ઇરાની નેતૃત્વ સતત એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ક્ષેત્રમાં અમેરિકાનો પ્રભાવ ઘટી રહ્યો છે અને પ્રાદેશિક શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. ખામેનેઇએ એવા દેશોની પણ આકરી ટીકા કરી છે જેઓ સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ માટે સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે.

અમેરિકા અને સાથી દેશોનો પક્ષ

બીજી તરફ, અમેરિકા અને તેના સહયોગી દેશોનું માનવું છે કે મિડલ ઇસ્ટમાં સ્થિરતા અને શાંતિ જાળવી રાખવા માટે અમેરિકી સૈન્યની હાજરી આજે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના ઘણા સૈન્ય મથકો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં પૂરી મજબૂતાઈથી મોરચો સંભાળીને ઊભા છે અને કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે. જોકે, ઇરાન આ નિવેદન દ્વારા એ સાબિત કરવા માંગે છે કે તે અમેરિકાના કોઈપણ દબાણથી પ્રભાવિત થયા વિના પોતાની સુરક્ષા ક્ષમતાઓ પર પૂરો ભરોસો રાખે છે.