Get The App

VIDEO : બ્રિટનમાં લશ્કરી કવાયત દરમિયાન મોટી દુર્ઘટના : રોયલ નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : બ્રિટનમાં લશ્કરી કવાયત દરમિયાન મોટી દુર્ઘટના : રોયલ નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત 1 - image


UK Royal Navy Helicopter Crash : બ્રિટનમાં એક લશ્કરી તાલીમ કવાયત દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈંગ્લેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા ડેવોન કાઉન્ટીના સોર્ટન વિસ્તાર નજીક રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા છે.

વહેલી સવારે ખેતરમાં તૂટી પડ્યું હેલિકોપ્ટર

રોયલ નેવીના જણાવ્યા અનુસાર, બુધવારે વહેલી સવારે આશરે 4 વાગ્યે આ હેલિકોપ્ટર એક ખેતરમાં તૂટી પડ્યું હતું. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે મૃતક જવાનોના પરિવારોને આ અંગે જાણ કરી આપી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સૈન્ય અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : ટ્રમ્પની એક ભૂલે ભારતને કરાવ્યો અબજોનો ફાયદો, સાઉથ ચાઇના સીમાં એક તીરથી વાગ્યા 2 નિશાન

સેનાની કરોડરજ્જુ ગણાય છે ‘મરલિન MK4’

જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે રોયલ નેવીનું અત્યંત શક્તિશાળી અને ભરોસાપાત્ર ‘મરલિન MK4’ હેલિકોપ્ટર હતું. બ્રિટિશ નૌસેના માટે આ હેલિકોપ્ટર ખૂબ મહત્વનું માનવામાં આવે છે. સમુદ્રમાં દુશ્મનની સબમરીનનો સામનો કરવા, સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન, દરિયાઈ પેટ્રોલિંગ અને સૈન્ય સામાનની હેરફેર માટે તેનો મુખ્ય ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ હેલિકોપ્ટર ઉડાવવા માટે 4 ક્રૂ મેમ્બર્સની જરૂર પડે છે અને તે પોતાની સાથે અંદાજે 24 જવાનોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોયલ નેવીના પ્રમુખ જનરલ ગ્વિન જેનકિન્સે આ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તપાસ પૂરી થયા બાદ જરૂરી વિગતો જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે 'વટવૃક્ષ'! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ