World

ટ્રમ્પની એક ભૂલે ભારતને કરાવ્યો અબજોનો ફાયદો, સાઉથ ચાઇના સીમાં એક તીરથી વાગ્યા 2 નિશાન

By GS Team
3 Jun 20263 mins read
TukuTouch Logo
સાઉથ ચાઇના સીમાં જે 'સુરક્ષાની ખાલીપો' સર્જાયો હતો, ભારતે ત્યાં એક મજબૂત ખેલાડી તરીકે એન્ટ્રી કરીને આખી ગેમ પલટી નાંખી છે. અમેરિકાના ઢીલા વલણથી પરેશાન દેશોએ ભારત સાથે અબજોની ડીલ સાઇન કરી લીધી છે, જેના પછી ચીનની દાદાગીરીનો અંત નક્કી માનવામાં આવી રહ્યો છે. ચીનને નિશાના પર લઈને ભારતે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે, એક તીરથી 2 નિશાન વાગ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની એક ભૂલે ભારતને કરાવ્યો અબજોનો ફાયદો, સાઉથ ચાઇના સીમાં એક તીરથી વાગ્યા 2 નિશાન

India Plugs South China Sea Vacuum After Trump's Mistake : સાઉથ ચાઇના સીમાં જે 'સુરક્ષાની ખાલીપો' સર્જાયો હતો, ભારતે ત્યાં એક મજબૂત ખેલાડી તરીકે એન્ટ્રી કરીને આખી ગેમ પલટી નાંખી છે. અમેરિકાના ઢીલા વલણથી પરેશાન દેશોએ ભારત સાથે અબજોની ડીલ સાઇન કરી લીધી છે, જેના પછી ચીનની દાદાગીરીનો અંત નક્કી માનવામાં આવી રહ્યો છે. ચીનને નિશાના પર લઈને ભારતે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે, એક તીરથી 2 નિશાન વાગ્યા છે.

ટ્રમ્પની ભૂલથી ભારતને ફાયદો

સાઉથ ચાઇના સી આજકાલ દુનિયાના સુપરપાવર્સનો નવો અખાડો બની ગયો છે. ચીન લાંબા સમયથી અહીં પોતાનો દબદબો જમાવવા માટે દુનિયાભરની યુક્તિઓ અજમાવી રહ્યું હતું, પરંતુ ભારતે એન્ટ્રી કરતાની સાથે જ આખો ખેલ બદલી નાંખ્યો છે. આ સમગ્ર રમતમાં ભારતને અબજો રૂપિયાનો જે બમ્પર ફાયદો થયો છે, તેની પાછળ ટ્રમ્પની એક બહુ મોટી ભૂલ છે. ટ્રમ્પના કારણે સાઉથ ચાઇના સીમાં એક મોટો વેક્યૂમ (ખાલીપો) ઉભો થયો હતો, અને ભારતે કોઈ પણ શોરબકોર વિના ચૂપચાપ તેને ભરી દીધો છે. જેના પછી એક તીરથી સીધા 2 નિશાન લાગ્યા છે.

અમેરિકામાં ટ્રમ્પ સરકારનું પૂરું ધ્યાન ઇન્ડો-પેસિફિક ક્ષેત્રથી થોડું હટીને વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) તરફ શિફ્ટ થઈ ગયું છે. જેના કારણે તાઇવાન તરફ પણ અમેરિકાનું વલણ ઢીલું પડી ગયું છે. દાયકાઓથી જે નાના દેશો ચીનની દાદાગીરી સામે અમેરિકાના ભરોસે બેઠા હતા, તેમને હવે સમજાઈ ગયું છે કે, ટ્રમ્પની ‘લેન-દેન’ વાળી કૂટનીતિના ભરોસે રહેવું, તેમના માટે ભારે પડી શકે છે. બસ, જેવા અમેરિકાએ પગ પાછા ખેંચ્યા અને ત્યાં જે ડરનો માહોલ બન્યો, તેને દૂર કરવા માટે ભારતે એક સાચા અને ભરોસાપાત્ર પાર્ટનર તરીકે એન્ટ્રી કરી લીધી. ભારત હવે આ દેશોને ઘાતક મિસાઇલોથી લઈને ડ્રોન અને મોર્ડન રડાર સિસ્ટમ સુધી બધું જ સપ્લાય કરી રહ્યું છે.

‘બ્રહ્મોસ’ મિસાઇલની જાળ, ચીન બેહાલ!

આ સમગ્ર વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોકના કેન્દ્રમાં ભારત અને રશિયાની તાકાતથી બનેલી ‘બ્રહ્મોસ’ મિસાઇલ છે. આ દુનિયાની સૌથી ઝડપી ઉડતી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જે અવાજની ઝડપ કરતાં ત્રણ ગણી વધુ ઝડપે હુમલો કરે છે. ફિલિપાઇન્સને બ્રહ્મોસની સફળ ડિલિવરી આપ્યા બાદ, ભારતે હવે વિયેતનામ સાથે પણ બ્રહ્મોસ મિસાઇલની એક બહુ મોટી ડીલ ફાઇનલ કરી લીધી છે. ઇન્ડોનેશિયા પણ ખૂબ જ ટૂંક સમયમાં આ લિસ્ટમાં સામેલ થવાનું છે, જ્યારે મલેશિયા અને થાઇલેન્ડે પણ આમાં ભારે રસ દાખવ્યો છે.

અમેરિકા જ્યારે પણ કોઈ દેશને પોતાના હાઇ-એન્ડ હથિયારો વેચે છે, ત્યારે તેની સાથે પચાસ પ્રકારની રાજકીય શરતો, માનવાધિકારોના ભાષણો અને પ્રતિબંધો લગાવી દે છે. ભારતની દ્રષ્ટી આ બાબતે  એકદમ સ્પષ્ટ છે. ભારત પોતાને એક ‘ફ્રેન્ડલી ડિફેન્સ પાર્ટનર’ તરીકે રજૂ કરી રહ્યું છે. ભારત માત્ર ઘાતક મિસાઇલો જ નથી વેચી રહ્યું, પરંતુ તે દેશોના સૈનિકોને ટ્રેનિંગ, લોજિસ્ટિક્સ સપોર્ટ અને મેન્ટેનન્સનું પૂરું નેટવર્ક પણ આપી રહ્યું છે. એટલે કે ભારત માત્ર હથિયારનો સોદો નથી કરી રહ્યું, પરંતુ જિંદગીભરની દોસ્તી નિભાવી રહ્યું છે, જેથી આ દેશો આત્મનિર્ભર બની શકે.

ભારતે એક તીરથી કેવી રીતે લગાવ્યા 2 નિશાન

ભારતનું સાઉથ ચાઇના સીમાં આ પગલું માત્ર બિઝનેસ માટે નથી, પરંતુ ભારતની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ (Act East Policy) નો સૌથી મોટો રાજદ્વારી ધડાકો છે. ચીન હંમેશા પાકિસ્તાન અને મ્યાનમાર જેવા ભારતના પડોશી દેશોને હથિયાર આપીને ભારતને ઘેરવાની ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ (String of Pearls) વ્યૂહરચના અપનાવતું આવ્યું છે. હવે ભારતે ચીનને તેની જ ભાષામાં જવાબ આપતા તેના પોતાના વિસ્તાર એટલે કે સાઉથ ચાઇના સીમાં પોતાના મજબૂત ભાગીદારો ઉભા કરી દીધા છે.

હથિયારોની આ સપ્લાય ભારતને આ સમગ્ર વિસ્તારમાં એક મોટા ‘સિક્યોરિટી પ્રોવાઇડર’ બનાવી રહી છે, જેનાથી ભવિષ્યમાં ગુપ્ત માહિતી શેર કરવા અને ચીન સામે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાના રસ્તાઓ પૂરી રીતે ખુલી ગયા છે. આ સાથે જ ભારત માટે અબજો ડોલરની કમાણી અને દુનિયાની એક મોટી મિલિટ્રી સુપરપાવર બનવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.