પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઈઝરાયેલી વડાપ્રધાને PM મોદી સાથે કરી વાત, આ 4 મુદ્દા પર કરી ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi And PM Benjamin Netanyahu Phone Call: પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે(6 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન વાતચીત કરી છે. વૈશ્વિક મંચ પર થઈ રહેલા અનેક મોટા રાજદ્વારી ઘટનાક્રમ સમયે બંને નેતાઓ વચ્ચે આ વાતચીત થઈ છે. વાતચીતમાં 4 મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચાની સાથે બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાને PM મોદી સાથે કરી વાત
વડાપ્રધાન નેતન્યાહૂ અને PM મોદી વચ્ચે વાતચીતની શરૂઆતમાં બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે બંને દેશો વચ્ચેના સંબંધો આગળ વધી રહ્યા છે. બંને વડાપ્રધાને બંને દેશોના લોકોને સીધા લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતા વિશે વાતચીત કરી હતી.
આ ટેલિફોનિક વાતચીત દરમિયાન દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા સંબંધિત વિવિધ પાસાઓ પર પોતાના વિચારો શેર કર્યા હતા. બંને દેશો વિશ્વના આ સંવેદનશીલ ભાગમાં થઈ રહેલા ફેરફારો અંગે સતત રાજદ્વારી સંવાદ જાળવી રાખ્યો છે.
આ પણ વાંચો: કોણ છે મોહસિન નકવી? જે પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ અને ઝરદારીના સામ્રાજ્યને પડકારી રહ્યા છે
વાતચીતના અંતે, વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતન્યાહૂ ભવિષ્યમાં સંપર્ક જાળવી રાખવા સંમત થયા હતા. આ સંવાદ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસ, મજબૂત રાજદ્વારી સંબંધો અને સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.









