World

પાકિસ્તાનની હાલત તો જુઓ! ચોરી થઈ રહ્યા છે ગટરના ઢાંકણા, ચોરોને પકડવા 10 વર્ષની સજાનો કાયદો

By GS TEAM
6 Feb 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાની લોકોની કંગાળ સ્થિતિની વધુ એક ઘટના સામે આવી છે. ત્યાં અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે, આસમાને પહોંચેલા ભાવના કારણે લોટની બોરીઓ માટે મારમારી થતી હતી. પાકિસ્તાની લોકો રાશન માટે ટ્રકો પાછળ ભાગતા હતા. આ તમામ તસવીરો વિશ્વભરે જોઈ હતી. જોકે પાકિસ્તાનીઓ વધુ કંગાળ બની ગયા હોય તેમ ગટરના ઢાંકણા ચોરવાની ઘટનાઓ વધી ગઈ છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, ત્યાં રસ્તાઓ પર ચાલવું પણ જોખમ બની ગયું છે. આ દેશ પાસે પોતાની પ્રજાને લોટ આપવાના પૈસા નથી, ત્યારે હવે તે સરકારનું તંત્ર ગટરના ઢાકણાં બચાવવાનું યુદ્ધ લડી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની હાલત તો જુઓ! ચોરી થઈ રહ્યા છે ગટરના ઢાંકણા, ચોરોને પકડવા 10 વર્ષની સજાનો કાયદો

Pakistan Gutter Cover Theft : પાકિસ્તાની લોકોની કંગાળ સ્થિતિની વધુ એક ઘટના સામે આવી છે. ત્યાં અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે, આસમાને પહોંચેલા ભાવના કારણે લોટની બોરીઓ માટે મારમારી થતી હતી. પાકિસ્તાની લોકો રાશન માટે ટ્રકો પાછળ ભાગતા હતા. આ તમામ તસવીરો વિશ્વભરે જોઈ હતી. જોકે પાકિસ્તાનીઓ વધુ કંગાળ બની ગયા હોય તેમ ગટરના ઢાંકણા ચોરવાની ઘટનાઓ વધી ગઈ છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, ત્યાં રસ્તાઓ પર ચાલવું પણ જોખમ બની ગયું છે. આ દેશ પાસે પોતાની પ્રજાને લોટ આપવાના પૈસા નથી, ત્યારે હવે તે સરકારનું તંત્ર ગટરના ઢાકણાં બચાવવાનું યુદ્ધ લડી રહ્યું છે.

ગટરનું ઢાકણું ચોરતા કે વેચતા પકડાશે તો 10 વર્ષની જેલ

કંગાળ પાકિસ્તાનમાં ગટરના ઢાંકણા ચોરવાની અને ગટરમાં પડી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકાર નવા નિયમો બનાવવા માટે મજબૂર થઈ છે. મુખ્યમંત્રી મરિયમ નવાજે જાહેરાત કરી છે કે, હવે ગટરના ઢાંકણા ચોરાશે તો ગંભીર ગુનો ગણાશે. જો કોઈ ઢાંકણુ ચોરતા કે વેચતા પકડાશે તો તેને એક વર્ષથી લઈને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે.’

ઢાંકણાનો ભાવ રૂ.8થી 12 હજાર

પાકિસ્તાનમાં એક નવા મેનહોલના ઢાંકણાનો ભાવ લગભગ 8થી 12 હજાર રૂપિયા છે. ચોરોની નજર આખા ઢાંકણા પર નહીં, પરંતુ તેમાં લાગેલા 30 કિલોના લોખંડ પર હોય છે. આ લોખંડને ભંગારમાં વેંચીને મોટો નફો મળે છે. રિપોર્ટ મુજબ, ઢાંકણા માત્ર નાના ચોરો ચોરતા નથી, પરંતુ તેમાં ગેંગ સામેલ છે અને આ ગેંગ ફેક્ટરીઓ, હાર્ડવેરની દુકાનો સુધી માલ પહોંચાડે છે.

આ પણ વાંચો : અમેરિકા પાકિસ્તાનનો ખજાનો લૂંટશે !

ખુલ્લા મેનહોલમાં કોઈનું મોત થશે તો જવાબદાર અધિકારીઓને દંડ

મરિયમે સ્પષ્ટ કહ્યું છે કે, ફેક્ટરીઓ ચોરેલા ઢાંકણા ન ખરીદે અને રસ્તા પર ચાલતા નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી આ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં લાહોરમાં એક મહિલા અને તેનો દિકરો ખુલ્લા મેનહોલમાં પડી જતા મોત થતું હતું, જેના કારણે આખી સિસ્ટમમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર ઘટના બન્યા બાદ નવો કાયદો લાવવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ જો ખુલ્લા મેનહોલના કારણે કોઈનું મોત થશે તો જવાબદાર અધિકારીઓને 30 લાખથી લઈને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : અમેરિકાએ ખૂંખાર ગુનેગારોની યાદી જાહેર કરી, તેમાં ભારતીયો સહિત 25000 ગેરકાયદે પ્રવાસીઓના નામ