Astro

વાંચો તમારું 29 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષીય ગણતરી મુજબ, મેષ રાશિના જાતકોને મોસમી ધંધામાં આકસ્મિક આવક થશે, પરદેશના કામમાં પ્રગતિ જણાશે અને ધર્મકાર્ય થશે. મકર રાશિના જાતકોને બેંક, વીમા અને શેરબજારના કામમાં અનુકૂળતા રહેશે, જ્યારે કુંભ રાશિના જાતકોના કામ ગણતરી મુજબ થવાથી ઉત્સાહ વધશે. મીન રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી અને વાદ-વિવાદથી સાવચેતી રાખવી પડશે. આ આગાહી અગ્નિદત્ત પદમનાભ દ્વારા કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 29 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થાય.
મિથુન : જૂના સ્વજન- સ્નેહી મિત્રવર્ગની મુલાકાતથી આનંદ અનુભવાય. ધર્મકાર્ય- શુભકાર્યથી પ્રસન્નતા રહે.
કર્ક : સુસ્તી- બેચેનીમાં દિવસ પસાર થાય, તબિયતની અસ્વસ્થતા જેવું લાગે. કામ કરવાની ઇચ્છા થાય નહિ.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવથી રાહતનો અનુભવ થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કન્યા : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. કોર્ટ- કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
તુલા : આપના કામમાં સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય.
વૃશ્ચિક : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
ધન : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થઈ શકે.
મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કુંભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય સરકારી કામ થાય.
મીન : કોર્ટ- કચેરીના કામકાજમાં આપને મુશ્કેલી અનુભવાય. ઉતાવળ કરવી નહી. વાદ-વિવાદથી સંભાળવું પડે.

  • અગ્નિદત્ત પદમનાભ