કોણ મોટું જ્ઞાની કે ભક્ત

વાંદરી અને બિલાડી બંને જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે વાંદરીનું બચ્ચુ જન્મ થાય પછી થોડાક જ સમયમાં તેની માંના શરીરને લપેટાઈ જાય છે. એટલે કે બચ્ચુ માંને પકડી રાખે છે. બચ્ચાને મુશ્કેલીના સમયમાં માં ને શોધવી પડે છે. જ્યારે બિલાડી બચ્ચાંના જન્મ થાય તુરંત જ તે બચ્ચાંને ગરદનમાંથી પકડી સલામત સ્થાને રાખે છે. બિલાડીના બચ્ચાંને જરા પણ ફીકર નથી હોતી કારણ કે તેની માં તેને પકડી રાખે છે.
આમ આ બંને બચ્ચાઓ એક માં ને પકડી છે અને બીજાને માં પકડે છે. આ દ્રષ્ટાંત મુજબ જ્ઞાની માણસની ભક્તિ વાંદરીના બચ્ચાં જેવી છે. જ્ઞાનનું જ્ઞાન થતાં પ્રભુને પકડે છે અને જ્ઞાનનું ઘમંડ થતાં પ્રભુને છોડી દે છે જ્યારે પરમ ભક્ત હંમેશા પ્રભુના ચરણે… શરણે થયેલ હોય છે જે ભક્ત સઘળું પ્રભુને સોંપી દે છે તેની સંભાળની જવાબદારી પણ બિલાડીના બચ્ચાંની માંની જેમ પ્રભુની થઇ જાય છે. માટે પ્રભુના પરમ ભક્તે હંમેશા નિશ્ચિત રહેવું જોઇએ જેમ કે નરસિંહ મહેતા, મિરાંબાઈની જેમ.




