અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયાને બીજી ફિલ્મ મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દિગ્દર્શક તરીકે અધિરાજ બોઝની પહેલી ફિલ્મ
- રોમેન્ટિક કોમેડી ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે અને૨૦૨૭ની મધ્યમાં રજૂ કરાશે
મુંબઈ : અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયાની પહેલી ફિલ્મ 'ઇક્કીસ' બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નહોતી પણ સિમર ભાટિયાને બીજી ફિલ્મ મળી ચૂકી છે. આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી હશે અને તેનું શૂટિંગ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. ફિલ્મને ૨૦૨૭ના મધ્યમાં રિલિઝ કરવાનું આયોજન છે.
અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની પુત્રી સિમર ભાટિયાને અગત્સ્ય નંદાની સામે પહેલી ફિલ્મ 'ઇક્કીસ' કરવાની તક મળી હતી. શ્રીરામ રાઘવન નિર્દેશિત આ ફિલ્મમાં સિમરનું કામ વખણાયું હતું.
હવે તે રોમકોમમાં મલયાલી એક્ટર રોશન મેથ્યુની હિરોઇન બનશે. રોશન મેથ્યુએ 'ડાર્લિગ' અને 'ઉલઝા' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે. તેની આગામી સીરિઝ 'જોબ ટ્રાફિકિંગ' આવતા વર્ષે ઓટીટી પર રજૂ થશે.
સિમર ભાટિયાની બીજી ફિલ્મનું નિર્દેશન અધિરાજ બોઝ કરશે. 'એક થી ડાયન' અને 'તલવાર'માં સહાયક નિર્દેશક તરીકે કામ કરનારા અધિરાજની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ બની રહેશે.




