Entertainment

રેસ રીબૂટમાં આમિરખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફ

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: નિર્માતા રમેશ તૌરાણીએ 'રેસ' ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન શરૂ કર્યું છે. આમિરખાનને પટકથા પસંદ આવી છે અને તે લેખકો સાથે તેને વિકસાવી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઈગર શ્રોફને પણ વાર્તા ગમી છે. વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશન કરશે. આમિર આખરી મંજૂરી આપતા પહેલાં પટકથાની ફાઈનલ ડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યો છે. કાસ્ટની જાહેરાત યોગ્ય સમયે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેસ રીબૂટમાં આમિરખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફ
  • રમેશ તૌરાણીએ પ્રિ-પ્રોડકશન વર્ક શરૂ કર્યું
  • આમિરખાનને પટકથા ગમી છે પણ હજી તેણે આખરી મંજૂરી આપી નથી

મુંબઈ : લોકપ્રિય એક્શન થ્રીલર 'રેસ'ની ફ્રેન્ચાઇઝની આગામી ફિલ્મ માટે આમિરખાને નિર્માતા રમેશ તૌરાણી સાથે વાતચીત શરૂ કરી છે. ફિલ્મની પટકથા આમિરખાનને ગમી છે. તેના ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફે પણ આ પટકથા સાંભળી છે અને તેમને પણ આ પટકથા ગમી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આમિરખાનને પટકથા ગમતાં તે તેના લેખકો સાથે મળી તેને ડેવલપ કરવાનું કામ કરી રહ્યો છે. તેને લાગે છે કે 'રેસ' ફ્રેન્ચાઇઝ માટે આ નવી ફિલ્મ અનોખી બની શકે તેમ છે.
આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય કરવાના છે.
આમિર રેસ કરવા આતુર છે પણ તેની ઇચ્છા અનુસાર પટકથા બરાબર આકાર લે તે પછી તે આ બાબતે આખરી નિર્ણય લેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. નિર્માતા રમેશ તૌરાણીએ ફિલ્મના પ્રિ-પ્રોડકશન પર કામ પણ શરૂ કરી દીધું છે. હાલ તો ફિલ્મ આઇડિયાના તબક્કે છે પણ કાસ્ટની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે.