દેશમાં પરીક્ષા પદ્ધતિ સુધારવા સરકારની પહેલ: શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા, પ્રાદેશિક ભાષામાં આપી શકાશે મંતવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Exam Reforms 2026 Public Suggestions: કેન્દ્ર સરકારે દેશમાં થનારી સાર્વજનિક પરીક્ષાઓને પારદર્શી અને નિષ્પક્ષ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. ભારત સરકાર દ્વારા રચાયેલી હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ પ્રાદેશિક ભાષામાં તેમના મંતવ્યો અને સૂચનો સબમિટ કરી શકે છે.
દેશમાં પરીક્ષા પદ્ધતિ સુધારવા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા
દરેક વ્યક્તિ સરળતાંથી પોતાના મંતવ્યો જણાવી શકે તે માટે સૂચનો રજૂ કરવાની પ્રોસેસ સહેલી બનાવી છે. જેમાં જે વ્યક્તિ સૂચનો આપવા ઈચ્છે છે, તેઓ વોટ્સએપ નંબર 91-7827042830 પર "hptf" લખીને મોકલી શકે છે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સની સત્તાવાર વેબસાઈટ examreforms-taskforce.dopt.gov.in ના માધ્યમથી પણ નાગરિકો પોતાના મંતવ્યો જણાવી શકશે. તેમજ ટોલ-ફ્રી નંબર 1800-180-4747 પર અને ઈમેઈલના માધ્યમથી મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કરી શકાશે.
13 સપ્ટેમ્બર સુધીમાં સૂચનો મોકલી શકાશે
સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ 13 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પહેલ પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવામાં અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને સમજવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.




