શહીદોના પોસ્ટરમાં મોજતબા ખામેનેઈની તસવીર, ઈરાનના નવા સુપ્રીમ લીડરના મોત પર રહસ્ય!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mojtaba Khamenei : ઈરાનમાં શહીદોને સમર્પિત એક કાર્યક્રમમાં મોજતબા ખામેનેઈની તસ્વીર લગાવાયેલા પોસ્ટરો દેખાતા વિવાદ અને અટકળો શરૂ થઈ ગઈ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં સામાન્ય રીતે શહીદોની તસ્વીરો જ મૂકવામાં આવે છે, જેના કારણે મોજતબાની તસવીર દેખાતા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મોત કે માત્ર અફવા?
મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં થયેલા અમેરિકી હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનો ચહેરો દાઝી ગયો હોવાથી તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી. જોકે, ઈરાન સરકાર દ્વારા તેમના મોત કે ગંભીર હાલત અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેઓ ઘણા સમયથી જાહેરમાં દેખાયા ન હોવાથી આ શંકા વધી ગઈ છે.
ઈરાન દરેક મોરચે તૈયાર: IRGC
બીજીતરફ IRGCએ આક્રમક રીતે કહ્યું છે કે, ઈરાન તમામ ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર છે. જમીની લડાઈ સહિતની તમામ સંરક્ષણ યોજનાઓને અપડેટ કરવામાં આવી છે. ઈરાની સુરક્ષા દળો તમામ મોરચે અને ઈન્ટેલિજન્સ સ્તરે એલર્ટ પર છે અને પોતાની સૈન્ય વ્યૂહરચના સતત મજબૂત કરી રહ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને અમેરિકાને ચેતવણી
IRGCએ હોર્મુઝ સ્ટ્રેટને પોતાની વ્યૂહાત્મક પ્રાથમિકતા ગણાવી છે અને તેમણે ફરી કહ્યું કે, આ જળમાર્ગ પર ઈરાનનું જ નિયંત્રણ રહેશે. અમેરિકા અને તેના સાથીઓની ગતિવિધિઓને રોકવી એ ઈરાનની પ્રાથમિકતા છે. ઈરાનની સૈન્ય કમાન ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે પણ ચેતવણી આપી છે કે, જો અમેરિકી સૈન્ય નાકેબંધી કે જળમાર્ગમાં દબાણ ચાલુ રાખશે, તો ઈરાન તેનો કડક જવાબ આપશે.








