વાંચો તમારું 20 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ-ખર્ચ જણાય.
કર્ક : આપના :કાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.
સિંહ : આપને કામમાં કોઈને કોઈ :કાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી.
કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. બઢતી-બદલીના કામ થાય.
તુલા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કાર્ય થઈ શકે.
ધન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મકર : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં રહેવું પડે. સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય.
મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ રહે.
અગ્નિદત્ત પદમનાભ









