World

ઇરાન હોર્મુઝ ઉપરથી કાબુ ગુમાવી રહ્યું છે ? 80 ટકા જહાજો ઑમાનનો માર્ગ શા માટે લે છે ? તે પ્રશ્ન રહેલો છે

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકી નૌકાદળના જહાજોથી ઘેરાયેલા હોર્મુઝ સ્ટ્રેઇટ પર ઈરાનનો કબજો હવે નબળો પડી રહ્યો છે. કેપ્લર એનાલિસિસ ફર્મ મુજબ, ઈરાન પાસે હવે હોર્મુઝ બાયપાસ કરતા જહાજોને રોકવાની ક્ષમતા નથી. ટ્રમ્પે તો હોર્મુઝને US ટેરીટરી તરીકે નકશામાં દર્શાવી છે. અમેરિકી યુદ્ધ જહાજો ક્રૂડ ઓઇલ લઈ જતા જહાજોને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન હોર્મુઝ ઉપરથી કાબુ ગુમાવી રહ્યું છે ? 80 ટકા જહાજો ઑમાનનો માર્ગ શા માટે લે છે ? તે પ્રશ્ન રહેલો છે
  • ટ્રમ્પે તો નકશામાં હોર્મુઝ સ્ટ્રેઇટ યુ.એસ.ની દર્શાવી છે
  • કેપ્લર વિશ્લેષણ સંસ્થાના 'શિપિંગ એનેલિસ્ટ' સ્પષ્ટ કહે છે : ઇરાન પાસે હોર્મુઝ બાયપાસ કરનારાં જહાજો રોકવાની ક્ષમતા રહી નથી

નવી દિલ્હી : એક તરફ અમેરિકાના નૌકા કાફલાના પ્રચંડ જહાજો હોર્મુઝ સ્ટ્રેઇટ અને ઇરાનના અરબી સમુદ્ર પરના બંદરોને ઘેરીને પડયા છે. તેવામાં અહેવાલો વહેતા થયા છે કે, હવે ઇરાન હોર્મુઝ સમુદ્રધૂનિ પરનો કબ્જો ગુમાવી રહ્યું છે.
શીપિંગ એનેલિસ્ટ ફર્મ કેપ્લર જણાવે છે કે, ઇરાનના અખાતમાંથી બહાર આવતા જતા કે અંદર આવતા વહાણો ઉપર હવે ઇરાનનો કબ્જો ઢીલો થઈ ગયો હોય તેવું લાગે છે. યુદ્ધ શરૂ થયું તે પહેલાં ઇસ્લામિક રિપબ્લિકનો કાબુ હતો પરંતુ ધીમે ધીમે તે ઘટતો ગયો છે, અને હોર્મુઝના માર્ગે જતા આવતા તેલ-વાહક તથા અન્ય જહાજોને અમેરિકાના યુદ્ધ જહાજો બંને બાજુએ સાથે રહી તેમને રક્ષણ આપે છે.
બીજી તરફ ઘણાંએ તેલવાહક જહાજો અને અન્ય જહાજો હવે હોર્મુઝ સ્ટ્રેટ બાયપાસ કરી ઓમાનનો માર્ગ લે છે તેમને રોકવાની ઇરાન પાસે શક્તિ નથી.
કેપ્લર સ્થિત હુમાયુ કૃષકશાહી જેઓ ક્રૂડ ઑઇલ ઉપર નજર રાખે છે અને તેનું વિશ્લેષણ પણ આપે છે તેઓ તો સ્પષ્ટ કહે છે કે, 'હોર્મુઝમાં જતા આવતા જહાજો વિશેષતરૂ ક્રૂડ ઑઇલ લઈ જતાં જહાજોને અમેરિકાના યુદ્ધ જહાજો બંને બાજુએ રહી રક્ષણ આપે છે. આ યુદ્ધ જહાજોને ઇરાન કશું કરી શકે તેમ જ નથી. કારણ કે તે યુદ્ધ જહાજો પાસે હવાઈ હુમલા તથા મિસાઇલ હુમલા રોકવાની પૂરી ક્ષમતા છે. ટૂંકમાં, ઇરાન હવે હોર્મુઝ ઉપરથી કાબૂ ગુમાવી રહ્યું છે.
બીજી તરફ અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તો તેઓના 'ટ્રુથ સોશ્યલ' પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કરેલા નકશામાં હોર્મુઝને યુ.એસ. ટેરીટરી તરીકે દર્શાવી દીધી છે. પ્રશ્ન તે પણ છે કે જહાજો ઑમાનનો માર્ગ શા માટે લે છે ? ટૂંકમાં પરિસ્થિતિ ગુંચવાઈ રહી છે.