World

એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્લેન ક્રેશ! 11 સ્કાય ડાઈવર્સ સહિત 12ના મોત

By GS Team
16 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના મિઝોરી રાજ્યમાં એક એરફિલ્ડ પરથી ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં એક સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ થતાં તેમાં સવાર પાયલટ અને 11 સ્કાઈડાઈવર્સ સહિત તમામ 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત કેન્સાસ સિટીથી દક્ષિણમાં આવેલા બટલર નામના નાના શહેરમાં રવિવારે યોજાયો હતો. આ પ્લેન ટેક-ઓફ થયા બાદ એક ખેતરમાં ખાબક્યું હતું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સૌથી દુઃખદ વાત એ છે કે કેટલાક સ્કાઈડાઈવર્સના પરિવારજનો આ જમ્પ જોવા માટે એરપોર્ટ પર હાજર હતા અને તેઓ આ સમગ્ર અકસ્માતના પ્રત્યક્ષદર્શી બન્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્લેન ક્રેશ! 11 સ્કાય ડાઈવર્સ સહિત 12ના મોત

Missouri skydiving plane crash: અમેરિકાના મિઝોરી રાજ્યમાં એક એરફિલ્ડ પરથી ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં એક સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ થતાં તેમાં સવાર પાયલટ અને 11 સ્કાઈડાઈવર્સ સહિત તમામ 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત કેન્સાસ સિટીથી દક્ષિણમાં આવેલા બટલર નામના નાના શહેરમાં રવિવારે યોજાયો હતો. આ પ્લેન ટેક-ઓફ થયા બાદ એક ખેતરમાં ખાબક્યું હતું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સૌથી દુઃખદ વાત એ છે કે કેટલાક સ્કાઈડાઈવર્સના પરિવારજનો આ જમ્પ જોવા માટે એરપોર્ટ પર હાજર હતા અને તેઓ આ સમગ્ર અકસ્માતના પ્રત્યક્ષદર્શી બન્યા હતા.

જાણીતા સ્કાઈડાઈવર જેન શાર્પનું પણ અવસાન

અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં આ રમતના કેટલાક ખૂબ જ અનુભવી જમ્પર્સ સામેલ હતા. 'યુનાઇટેડ સ્ટેટ્સ પેરાશૂટ એસોસિએશન' (USPA) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે તેમના ટેક્નોલોજી ડાયરેક્ટર જેન શાર્પ (Jen Sharp) પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જેન શાર્પ ખૂબ જ ઉત્સાહી અને અનુભવી સ્કાઈડાઈવર હતા. તેમણે 1989થી અત્યાર સુધીમાં 6800 જેટલા જમ્પ લગાવ્યા હતા અને તેઓ સ્કાઈડાઈવિંગના ઈન્સ્ટ્રક્ટર્સને ટ્રેનિંગ પણ આપતા હતા. તેઓ એવરેસ્ટ સ્કાઈડાઈવિંગનો પણ ભાગ રહી ચૂક્યા હતા.

પ્લેન હવામાંથી સીધું નાકના ભાગે નીચે ખાબક્યું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિંગલ-એન્જિન ધરાવતું આ પ્લેન જમીનથી આશરે 100 ફૂટ (30 મીટર)ની ઊંચાઈ પર હતું ત્યારે અચાનક ડાબી બાજુ વળ્યું હતું. પ્લેનની શક્તિ ઓછી થઈ રહી હોય તેવું લાગતું હતું અને પાયલટ કદાચ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પ્લેન સ્ટૉલ થઈ ગયું અને સીધું નાકના ભાગે (nose first) જમીન પર ખાબક્યું હતું. આ પ્લેન 'સ્કાઈડાઈવ કેન્સાસ સિટી' કંપની દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું અને આ ઘટનાના થોડા દિવસો પહેલા જ તેણે 9 સફળ ફ્લાઈટ્સ પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો: શાંતિ કરાર બાદ હોર્મુઝ પર નવો સસ્પેન્સ! ટ્રમ્પના 'ટોલ ફ્રી'ના દાવા બાદ ઈરાનનો ચોંકાવનારો જવાબ

તપાસ એજન્સી NTSB દ્વારા તપાસ શરૂ

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ નાના પ્લેનમાં કોમર્શિયલ પ્લેનની જેમ કોઈ 'બ્લેક બોક્સ' (ફ્લાઈટ ડેટા રેકોર્ડર) નથી, તેથી ક્રેશના ફોટો, વીડિયો અને કાટમાળની તપાસ કરીને અકસ્માતનું સાચું કારણ શોધવામાં આવશે. પ્રાથમિક તપાસ મુજબ હવામાન ખરાબ હોવાના કોઈ સંકેત મળ્યા નથી અને આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ આશરે 1 મહિનામાં જાહેર કરવામાં આવશે.

સ્કાઈડાઈવિંગ સેફ્ટી અને નિયમો પર ઉઠ્યા સવાલ

આ અકસ્માત બાદ સ્કાઈડાઈવિંગ ઓપરેટર્સના સંગઠનો અને પ્લેનની સુરક્ષાના નિયમો પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. NTSB એ ભૂતકાળમાં પણ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ને સ્કાઈડાઈવિંગ પ્લેન્સ અને પાયલટોની કડક તપાસ કરવા ભલામણો કરી હતી.