શાંતિ કરાર બાદ હોર્મુઝ પર નવો સસ્પેન્સ! ટ્રમ્પના 'ટોલ ફ્રી'ના દાવા બાદ ઈરાનનો ચોંકાવનારો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran News: અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ 'ટોલ ફ્રી' થવાનું એલાન કર્યું છે. હવે ઈરાન તરફથી આ અંગે જવાબ આવ્યો છે. તેહરાનનું કહેવું છે કે, હોર્મુઝ પર ટોલ નહીં લાગશે, પરંતુ ફી ચોક્કસ વસૂલવામાં આવશે.
ઇન્ટરનેશનલ કાયદા પ્રમાણે ટોલની વસૂલી ગેરકાયદેસર છે, પરંતુ કેટલીક સેવાઓ માટે ફી લઈ શકાય છે. જોકે, ઈરાન કઈ સેવાઓ આપશે તે હજુ સ્પષ્ટ નથી. યુએસ-ઈરાન વચ્ચે તણાવ શરૂ થયો તે પહેલાં હોર્મુઝમાં કોઈ ફી લેવામાં નહોતી આવતી.
'ટોલ'ને આપ્યુ 'ફી'નું નામ
ઈરાને ટોલ વસૂલીનું નામ બદલીને 'સર્વિસ ફી' કર્યું છે. અહેવાલ પ્રમાણે ઈરાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટોલ વસૂલી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે. આથી, તેઓ નિયમબદ્ધ ટોલના બદલે જહાજોને અપાતી વિવિધ 'સેવાઓ'ના નામે ફી વસૂલવાની તૈયારી કરી રહ્યા છે.
ટ્રમ્પે હોર્મુઝના 'ટોલ ફ્રી' હોવાનો દાવો કર્યો હતો
રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, 'હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખૂલી ચૂક્યો છે અને તે સંપૂર્ણપણે ટોલ ફ્રી રહેશે. આ કરાર વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંથી એકને સુરક્ષિત કરશે.' એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'આ કરાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના એવા આ દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવામાં મદદ કરશે. સાથે જ આ વિસ્તારમાં મોટા યુદ્ધના જોખમને પણ ઓછો કરશે. આ કરારથી હોર્મુઝ ''હંમેશા માટે ટોલ-ફ્રી'' રહેશે.'
ટ્રમ્પના દાવાઓ વચ્ચે ઈરાનના આ નવા નિવેદનથી હોર્મુઝ સ્ટ્રેટના 'ટોલ ફ્રી' હોવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. જો ઈરાન અહીં ફી વસૂલવાનું શરૂ કરશે, તો વૈશ્વિક ઊર્જા સપ્લાય (ગ્લોબલ એનર્જી સપ્લાય) પર તેની અસરો પડી શકે છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં નવું ખતરનાક ઉદાહરણ બની શકે છે.
ટ્રમ્પનું એલાન
ટ્રમ્પે એલાન કર્યું હતું કે, યુએસ અને ઈરાન વચ્ચે એક મહત્ત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ ગઈ છે. આ ડીલ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલ્લો મુકાશે અને અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલી નાકાબંધી ખતમ થઈ જશે. તેમણે આ ડીલને મહિનાઓ સુધી ચાલેલી લડાઈ બાદ મોટી સફળતા ગણાવી. આ તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારપર ખૂબ જ ખરાબ અસર પડી હતી અને એક મોટા પ્રાદેશિક યુદ્ધનો ભય ઊભો થયો હતો.









