Get The App

ઈરાન માટે અમેરિકા પાસે '3 સિક્રેટ વિકલ્પો'! ખામેનેઈ બાદ કોણ સંભાળશે ગાદી? ટ્રમ્પનું મોટું નિવેદન

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન માટે અમેરિકા પાસે '3 સિક્રેટ વિકલ્પો'! ખામેનેઈ બાદ કોણ સંભાળશે ગાદી? ટ્રમ્પનું મોટું નિવેદન 1 - image

Israel Iran US War: ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યું કે, જો જરૂર પડશે તો અમેરિકન સેના ઈરાન પર ચારથી પાંચ સપ્તાહ સુધી હુમલા કરતું રહેશે. ઈરાનમાં સત્તા પલટાની વાત કરતાં ટ્રમ્પે દાવો કર્યો કે જે રીતે વેનેઝુએલામાં નિકોલસ માદુરોને હટાવી દીધા છે, તેવી જ જરૂર અહીં પણ પડી શકે છે, જેનાથી દેશના મોટાભાગના હિસ્સાઓ વધારે પ્રભાવિત ન થાય. ધ ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વિકલ્પો પર વાત કરી છે, જેમાં ખાસ કરીને હાલની યુદ્ધની સ્થિતિ, અમેરિકાને થતું નુકસાન અને ઈરાનના નવા શાસન પર અમેરિકાના પ્લાન અંગે વાત કરી છે.

ત્રણ ખૂબ જ સારા વિકલ્પો, પણ હું સિક્રેટ રાખીશ: ટ્રમ્પ

આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ ઈરાનનું નેતૃત્વ કોણ કરશે, તે અંગે ટ્રમ્પે કહ્યું, 'મારી પાસે ત્રણ ખૂબ જ સારા વિકલ્પો છે. હું અત્યારે તે જણાવીશ નહીં. પહેલા કામ પૂરું કરીએ. 'પછી તેમણે બીજી એક શક્યતા વિશે જણાવ્યું અને સૂચન કર્યું કે વર્તમાન સરકારને હટાવવી એ ઈરાનીઓ પર નિર્ભર રહેશે. તેઓ આવું કરે છે કે નહીં તે તેમના પર નિર્ભર રહેશે. તેઓ વર્ષોથી આ વિશે વાત કરી રહ્યા છે, તેથી હવે તેમની પાસે દેખીતી રીતે એક તક હશે.'

વેનેઝુએલા જેવી જ વ્યૂહનીતિ  

ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલામાં જે રીતે અમેરિકાએ કર્યું, મને લાગે છે તે એકદમ સાચી રીત છે, ત્યાં અમે મુખ્ય લીડરને હટાવી દીધો, જ્યારે સરકારનો મોટા ભાગનો હિસ્સો બચી ગયો, બે લોકોને છોડીને તમામે તેમની નોકરી બચાવી લીધી.આ નિવેદન પરથી નિષ્ણાતો અંદાજો લગાવી રહ્યા છે કે ટ્રમ્પ ઈરાનમાં પણ અમેરિકાના વર્ચસ્વવાળું શાસન લાવવા માંગે છે.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ક્યાં સુધી હુમલા યથાવત્ રહેશે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે, 'આ મુશ્કેલ નથી, અમારી પાસે ખૂબ જ મોટી સંખ્યામાં દારૂગોળો છે તે પણ દુનિયાના અલગ અલગ હિસ્સામાં, હાલ બધું ઠીક છે, અમારો ઇરાદો ચારથી પાંચ સપ્તાહ સુધીનો તો છે જ..', ટ્રમ્પની આ ગર્ભિત ચેતવણી એ વાત પર ઇશારો કરે છે યુદ્ધ લાંબુ ખેંચી ઈરાન હથિયાર હેઠા મૂકી દે જેથી ઈઝરાયલ અને અમેરિકા પોતાના હિતો સાધી શકે. 

ઈરાની સેનાની શરણાગતિ

યુદ્ધના 36 કલાકમાં અમેરિકાને કેટલું નુકસાન થયું, અમેરિકન લોકોના મોતના સમાચાર પર ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી ત્રણ પણ વધારે છે, જો તમે અંદાજી જુઓ તો તેનાથી વધુ હોઈ શકે, અમને પણ નુકસાનની આશા છે', અમે સંયુક્ત રીતે સ્ટ્રાઇક કરી ઈરાની નૌ સેનાના મોટા ભાગના હિસ્સાને તબાહ કરી દીધો છે, જેમાં જહાજ અને નેવી હેડક્વૉર્ટર પણ સામેલ છે. 

ઇન્ટરવ્યુ દરમિયાન ઈરાનમાં સત્તા કેવી રીતે બદલાઈ શકે છે,તે અંગે ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાની એલિટ ફોર્સ તેમના હથિયાર નીચે મૂકી દેશે. તેમણે કહ્યું, 'જો તમે આ વિશે વિચારો, તો તેઓ ખરેખર લોકોની સામે શરણાગતિ સ્વીકારી લેશે.' અમેરિકન પ્રમુખે આશા વ્યક્ત કરી કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના અનુભવી અધિકારીઓ તેમના હથિયારો જનતાને સોંપી દેશે.

આ પણ વાંચો: પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી?

જો નવા નેતાઓ વ્યવહારુ સાબિત થશે તો તેઓ પ્રતિબંધો હટાવવા પર વિચાર કરશે, પરંતુ જો ઈરાની નેતાઓ સામે આવે તો તેમનો બચાવ કરવાનું વચન આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, 'હું કોઈ પણ પ્રકારનું વચન આપતો નથી, અત્યારે ઘણું વહેલું છે. આપણે કામ કરવાનું છે, અને આપણે તે ખૂબ સારી રીતે કર્યું છે. હું કહીશ કે અમે નિર્ધારિત સમય કરતાં ઘણા આગળ છીએ.' તેમણે એમ પણ કહ્યું કે તેમને નથી લાગતું કે ફારસની ખાડીમાં આરબ દેશોએ ઈરાન પર હુમલો કરવામાં વોશિંગ્ટનનો સાથ આપવાની જરૂર છે.