Get The App

યુદ્ધનો અંત નજીક? હોર્મુઝ સંકટ પર ઈરાનનો અમેરિકાને મોટો પ્રસ્તાવ, ઓઇલના ભાવમાં મળી શકે છે મોટી રાહત

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધનો અંત નજીક? હોર્મુઝ સંકટ પર ઈરાનનો અમેરિકાને મોટો પ્રસ્તાવ, ઓઇલના ભાવમાં મળી શકે છે મોટી રાહત 1 - image


Iran-US Hormuz Peace Proposal : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ હજુ પણ વાતચીતનો દોર ચાલી રહ્યો છે. રિપોર્ટ મુજબ ઈરાને અમેરિકા સમક્ષ મોટો પ્રસ્તાવ મૂક્યો છે. અંદાજ મુજબ જો પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખુલવાનો, યુદ્ધ ધીમે ધીમે ખતમ થવાનો, હોર્મુઝમાંથી જહાજોનું નિશ્ચિત આવાગમન થવાનો અને ક્રૂડ ઓઇલ-ગેસની કિંમતો ઝડપથી નીચે જઈ શકે છે.

પ્રસ્તાવમાં ઓમાનને રાહત

વાસ્તવમાં રૉયટર્સના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઈરાને અમેરિકા સાથે વાતચીત કરીને રજૂ કરેલા પ્રસ્તાવ મુજબ, ઈરાન ઓમાનના હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં જહાજોને સ્વતંત્ર રીતે પસાર થવા દેશે, તે જહાજો પર કોઈપણ હુમલો કરવામાં આવશે નહીં. 

પ્રસ્તાવની સત્તાવાર પુષ્ટિ બાકી

જોકે હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે, ઈરાન હોર્મુઝમાં બિછાવેલી બારુદી સુરંગ હટાવશે કે નહીં અથવા ઈઝરાયલના જહાજો સહિત તમામ જહાજો પર કોઈપણ સંકટ વધાર્યા વગર તેઓને પસાર થવા દેશે કે નહીં. બીજી તરફ હવે એ પણ જોવું જરૂરી છે કે, અમેરિકા ઈરાનના પ્રસ્તાવને મંજૂરી આપે છે કે નહીં? વ્હાઈટ હાઉસ અને ઈરાનના વિદેશ મંત્રાલય તરફથી પ્રસ્તાવ અંગે કોઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધ બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ! સંરક્ષણ મંત્રી વિરુદ્ધ મહાભિયોગની તલવાર

પ્રસ્તાવ પર વિચારણા

રિપોર્ટ મુજબ, પશ્ચિમ સૂત્રોના જણાવ્યા મુજબ, ઓમાનના જળવિસ્તારમાં કોઈપણ પ્રતિબંધ વગર જહાજોને પસાર થવા દેવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે. જોકે અમેરિકાએ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપી હોવાની કોઈ માહિતી સામે આવી નથી. આ પ્રસ્તાવ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઈરાન ટોલ વસૂલવાની અને અમેરિકા હોર્મુઝની નાકાબંધી કરવાની ધમકી આપી રહ્યા છે.

ઈરાન-ઓમાન વચ્ચે 34kmનો હોર્મુઝ જળમાર્ગ

હોર્મુઝ એ ઈરાન-ઓમાન વચ્ચે લગભગ 34 કિલોમીટરનો પહોંળો અને સાંકડો જળમાર્ગ છે. આ જળમાર્ગ ખાડી દેશોથી લઈને છેક હિંદ મહાસાગર સુધી પસાર થાય છે, તેથી વિશ્વભરના વેપાર માટે આ અતિમહત્ત્વનો જળમાર્ગ છે. આ જળમાર્ગ પરથી લગભગ વિશ્વમાં ઉપયોગ થતાં 20 ટકા ઓઇલ-ગેસની સપ્લાય કરવામાં આવે છે.

આ પણ વાંચો : લાખો અમેરિકન નાગરિકો કેનેડા જઈને વસવા ઈચ્છે છે, નવા વંશાવળી કાયદાએ પલટ્યો પ્રવાહ, જાણો શું છે‘બિલ C-3’