World

'નાટો' પછી 'ઇ.યુ.'એ પણ યુક્રેનને સભ્ય બનાવવાનો ઇનકાર કર્યો

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
રશિયાની ગુપ્તચર સંસ્થા SVRનો દાવો છે કે યુરોપીય યુનિયન યુક્રેનને સભ્ય નહીં બનાવે. યુરોપીય નેતાઓ માત્ર મોટી-મોટી વાતો કરે છે, પરંતુ યુક્રેનને EUમાં લેવા તૈયાર નથી. યુક્રેન સંપૂર્ણપણે યુરોપની આર્થિક અને લશ્કરી સહાય પર નિર્ભર છે. આ નિર્ણયથી ઝેલેન્સકી ખૂબ નિરાશ થયા છે, કારણ કે યુરોપના ટોચના અધિકારીઓ યુક્રેનને EUમાં સામેલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નાટો' પછી 'ઇ.યુ.'એ પણ યુક્રેનને સભ્ય બનાવવાનો ઇનકાર કર્યો
  • રશિયાની ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસનો દાવો છે કે યુરોપીય નેતાઓની મોટી-મોટી વાતો છે : યુક્રેનને ઇ-યુનું સભ્ય નહીં બનાવે

નવી દિલ્હી : રશિયાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા (ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસ) એસ.વી.આર.નો દાવો છે કે યુક્રેને અનેક પ્રયત્નો કર્યા છતાં યુરોપીય યુનિયન (ઇ.યુ.) તેને સભ્યપદે લેવા તૈયાર નથી. બીજી તરફ તે પણ સત્ય છે કે કીવ સરકાર સંપૂર્ણ રીતે યુરોપથી મળનારી આર્થિક અને લશ્કીર સહાય ઉપર જ નિર્ભર છે.
આ પૂર્વે ઝેલેન્સ્કીએ 'નાટો'ના સભ્યપદ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ 'નાટો' એ તેને લીધા નહીં. આ પાછળ કારણ બહુ સ્પષ્ટ છે, કે 'નાટો' જૂથના કરારો જ દર્શાવે છે કે તે જૂથમાંથી કોઇ પણ દેશ ઉપર આક્રમણ થાય તો બીજા દેશોએ તેમની ઉપર જ થયેલા આક્રમણ બરોબર ગણી, તે યુધ્ધમાં જોડાવું જોઈએ. હવે જો યુક્રેન 'નાટો'નું સભ્ય બને તો 'નાટો' દેશો સીધા જ રશિયા સામે યુધ્ધમાં પડી જાય. ૫,૦૦૦ થી વધુ પરમાણુ શસ્ત્ર અને તેટલા જ પરમાણુ શસ્ત્ર ભરી શકે તેવા મિસાઇલ્સ ધરાવતા રશિયા સામે લડવા તૈયાર કોણ થાય ? આમ નાટોનું સભ્યપદ તો દૂર રહ્યું પરંતુ યુરોપીય યુનિયનનું સભ્ય પદ પણ તે મેળવી શકે તેમ નથી.
યુક્રેન અંગે વિશ્લેષકો કહે છે કે સોવિયેત ક્રાંતિ પછી લેનિનનાં રેડ આર્મીએ જ યુક્રેનને ઝારના એક સેનાપતિ ડેનિકેનના પંજામાંથી મુક્ત કરાવ્યું હતું. તે પછી લીગ ઓફ નેશન્સ અને પછી યુનોમાં પણ તેને સભ્ય તરીકે લેવડાવ્યું. (તે સમયે યુએન યુનો કહેવાતું તે યાદ રહે) હવે યુક્રેન ૨૦૧૪ની મિંક્સ ટ્રીટી (રશિયા સાથેની) તોડી રશિયાના વિરોધીઓ સાથે જોડાય તો તે રશિયા ચલાવી જ ન લે તે સહજ છે. (મિંક્સ ટ્રીટીમાં બંને દેશો વચ્ચે થયેલા કરારો પ્રમાણે બેમાંથી કોઇ દેશે એકના વિરોધી સાથે જોડાવું ન જોઈએ)
જોકે યુરોપીય દેશોએ યુક્રેનને પ્રી-એકસેશન (સદસ્ય-પૂર્વ) પૂર્વેની વાતચીત કરવા આમંત્રણ આપ્યું છે. પરંતુ યુરોપીય દેશોના ટોચના સૈન્ય અધિકારીઓ તેમની વરિષ્ઠ રાજદ્વારીઓનો સ્પષ્ટ રીતે યુક્રેનને યુરોપીય યુનિયનમાં લેવાની 'ના' કહે છે. તેથી ઝેલેસ્કી ઘણા જ હતાશ પણ થયા છે.