VIDEO : ઓમાનના પોર્ટ પર ઈરાનના હુમલાથી હાહાકાર, લાખો લીટર કાચું તેલ આગમાં ખાખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Drone Attack on Oman's Salalah Port : અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ ઈરાન ભયાનક તબાહી મચાવી રહ્યું છે. ઓમાનના સલાલાહ પોર્ટ પર ઈરાની ડ્રોથી હુમલો થતા હાહાકાર મચી ગયો છે. રિપોર્ટ મુજબ હુમલામાં ઓછામાં ઓછાં ત્રણ ઓઈલ સ્ટોરેજ ડેપોમાં ભયાનક આગ લાગી ગઈ છે. આગની ઝપેટમાં આવેલું લાખો લીટર સળગી રહ્યું છે. ઓઈલ ટેન્કરોમાંથી વિશાળ કાળો ધૂમાળો બહાર નીકળી રહ્યો છે. હુમલા બાદ પોર્ટ તાત્કાલીક ખાલી કરવામાં આવ્યું છે.
ઈરાને ઓમાન પોર્ટ પર ફરી ડ્રોન ઝિંક્યા
ઈરાન અને ઓમાન વચ્ચે ઘણા દિવસથી તણાવ ચાલી રહ્યો છે. ઈરાને અગાઉ પણ ઓમાનના પોર્ટને નિશાન બનાવ્યું હતું, જેમાં તેણે 11 માર્ચે દુમન પોર્ટ પર તેલથી ભરેલા ટેન્કો પર ડ્રોન ઝિંક્યા હતા. તે વખતે પણ મોટાપાયે આગ લાગી હતી. ઓમાની સ્ટેટ મીડિયાના રિપોર્ટ મુજબ, ઈરાને અનેક ડ્રોનથી હુમલા કર્યા હતા, જેમાંથી ઓમાનની એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક ડ્રોન તોડી પાડ્યા હતા, તો કેટલાક ઓઈલ ટેન્કર પર પડ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. ઓમાન સરકારે પોર્ટના દક્ષિણ ભાગને તાત્કાલીક કામચલાઉ ધોરણે બંધ કરી દીધો છે.
ઈરાનના ટાર્ગેટ પર ગલ્ફ દેશોના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઈરાન અન્ય દેશો પર હુમલાઓ કેમ કરી રહ્યું છે, તેની પણ અટકળો ચાલી રહી છે. રિપોર્ટ મુજબ તેણે અમેરિકા-ઈઝરાયેલ હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હોવાનું કહેવાઈ છે. ઈરાન ગલ્ફ દેશોના ઊર્જા અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કી રહ્યું છે. સલાલાહ આરબ સાગરનું મુખ્ય કન્ટેનર મથક છે અને તે પોર્ટ હોર્મુઝ જળમાર્ગને બાયપાસ કરનારા મહત્ત્વના ટ્રેડ રૂટ પર આવેલું છે. વિશ્વના અનેક દેશો પહેલેથી જ ક્રૂડ ઓઈલની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઓમાન પર આ હુમલાના કારણે પ્રોડક્શન સહિતની કામગીરી અટકી ગઈ છે, જેના કારણે તેલ સપ્લાય ચેનને વધુ અસર પડી શકે છે.
આ પણ વાંચો : દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી
ઓમાનના સુલ્તાન ભડક્યા, ઈરાનના રાષ્ટ્રપ્રમુખને કર્યો ફોન
હુમલાને લઈને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ રોષે ભરાયા છે અને તેમણે તુરંત ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને ફોન કરી હુમલાની ટીકા કરી છે. ઓમાનના નેતાએ દાવો કર્યો છે કે, યુદ્ધમાં ઓમાન તટસ્થ છે. ઓમાન પોતાની સુરક્ષા કરવા માટે કોઈપણ પગલા ભરી શકે છે. ગત અઠવાડિયે ઓમાનના દુકમ પોર્ટ પર ડ્રોનથી હુમલો થયો હતો, જેમાં ઘણું નુકસાન થયું હતું.








