Astro

વાંચો તમારું 30 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
આગામી દિવસોમાં મેષ રાશિના જાતકોને કામમાં રૂકાવટ અને આકસ્મિક ખર્ચનો અનુભવ થશે. વૃષભ રાશિના લોકોને કાર્યમાં સાનુકૂળતા મળતા કામનો ઝડપી ઉકેલ આવશે. મિથુન રાશિના જાતકોને પરિવાર અને મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્તતા રહેશે. કર્ક રાશિના લોકોને યાત્રા-પ્રવાસથી આનંદ થશે. સિંહ રાશિના જાતકોએ તન-મન-ધનથી સંભાળીને દિવસ પસાર કરવો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 30 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ - મુશ્કેલીનો અનુભવ થયા કરે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાભીડ જણાય.
વૃષભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. આનંદ રહે.
કર્ક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. યાત્રા પ્રવાસ મિલન મુલાકાતથી આનંદ થાય. ભાઈભાંડુવર્ગનો સાથ રહે.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું.
કન્યા : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે.
તુલા : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ થાય.
ન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. તબીયત સાચવવી.
મકર : અડોશ પડોશના કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
કુંભ : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. કામનો ઉકેલ આવતાં રાહત અનુભવો.
મીન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

  • અગ્નિદત્ત પદમનાભ