Entertainment

કિયારા અડવાણીની યશ સાથેની કેમિસ્ટ્રીને પગલે સિદ્ધાર્થ મલ્હોત્રા ટ્રોલ

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં, કિયારા અડવાણી અને યશની ફિલ્મ 'ટોક્સિક'ના ટીઝર બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા ટ્રોલ થયા છે. ચાહકોએ કિયારાના બોલ્ડ સીન પર પ્રતિક્રિયા આપતા સિદ્ધાર્થની સોશિયલ મીડિયા પોસ્ટ પર મહિલાવિરોધી ટિપ્પણીઓ કરી. કેટલાક યુઝર્સે સિદ્ધાર્થને 'કેવા પતિ' કહીને ડિવોર્સની સલાહ પણ આપી, જ્યારે યશની પત્ની રાધિકા પર આવી કોઈ ટિપ્પણીઓ થઈ નથી. આ ઘટના ભારતમાં પ્રવર્તતી પિતૃસત્તાક માનસિકતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિયારા અડવાણીની યશ સાથેની કેમિસ્ટ્રીને પગલે સિદ્ધાર્થ મલ્હોત્રા ટ્રોલ
  • ચાહકોએે કિયારાના પતિની દયા ખાધી
  • ઘણાં ચાહકોએ મહિલાવિરોધી ટિપ્પણીઓ કરી સિદ્ધાર્થ મલ્હોત્રાને ટ્રોલ કર્યો

મુંબઈ : યશ અને કિયારા અડવાણીની કેમિસ્ટ્રી ફિલ્મ ટોક્સિક: એ ફેરી ટેલ ફોર એડલ્ટ્સમાં વખણાઇ છે પણ ઘણાં દર્શકોએ કિયારાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાને ટ્રોલ કરી મહિલાવિરોધી ટિપ્પણી કરી હતી.
કિયારાના પતિ સિદ્ધાર્થે સોશ્યલ મિડિયા પર એક જાહેરાતની રીલ રજૂ કરી હતી. જેના કોમેન્ટ સેક્શનમાં દર્શકોએ યશ અને કિયારાના જીઆઇએફ પોસ્ટ કરી અણછાજતી કોમેન્ટ પાસ કરી હતી. એક દર્શકે જણાવ્યું હતું કે આપ કેવા પતિ છો, આ ફિલ્મ કેવી રીતે બનવા દીધી? બીજા એક જણે દાઢમાંથી જણાવ્યું હતું કે હવે તો ડાઇવોર્સ જ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે બીજાએ દયા ખાતા જણાવ્યું કે બેચારા કા કુછ દિન બાદ ડાઇવોર્સ હોનેવાલા હૈ.
ટોક્સિક ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રજૂ થયું ત્યારથી કિયારાની તેના સીન બદલ આકરી ટીકાઓ થઇ રહી છે. રસપ્રદ બાબત એ છે કે યશની પત્ની રાધિકા પંડિત ની પોસ્ટ પર આવી કોઇ ટિપ્પણીઓ થઇ રહી નથી. જાણકારોના મતે પિતૃસત્તાક પરિવારપ્રથાને કારણે મહિલાઓના ચારિત્ર્યની તપાસ કરવામાં આવે છે જ્યારે પુરૂષનું ગૌરવગાન કરવામાં આવે છે. પુરૂષ બોલ્ડ સીન કરે તો ચાલે પણ નારી કરે તો ન ચાલે તેવું વલણ ભારતમાં પ્રચલિત છે.