લંડનમાં ભારતવંશીય બાળકની સિદ્ધિ : ગણિતના એવા પ્રશ્નો હલ કર્યા જ્યાં ધુરંધરો પણ નિષ્ફળ ગયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લંડન : બ્રિટનમાં ભારતીય વંશના ૭ વર્ષના જીવ્યાન રેડ્ડી ધુ્રવાએ જીસીએસઇ મેથેમેટિક્સની પરીક્ષા પસાર કરી ભારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સામાન્યતઃ આ પરીક્ષા ૧૬ વર્ષના બાળકો માટે હોય છે. જીવ્યાને મે મહિનામાં પીયર્સસ એડેકસેલ જીસીએસઇની હાયર મેથ્સની પરીક્ષા આપી હતી.
ત્રણ પેપરમાં તેણે ૨૪૦માંથી ૧૯૬ માર્ક મેળવ્યા. અને ગ્રેડ-૮ મેળવ્યો. જે ગ્રેડ એ બરાબર માનવામાં આવે છે. ગત સપ્તાહે જ્યારે જીવ્યાનને પોતાનું રીઝલ્ટ આવ્યું તો તેનાં માતાપિતા ખુશખુશાલ થઇ ગયાં. તે ગ્રેડ ૯ મેળવવા માગતો હતો તેથી થોડો નિરાશ થયો તેમ તેનાં પિતાએ કહ્યું. તે હવે એ-લેવલ મેથ્સ અને વધુ આગળ અભ્યાસ કરવા માગે છે તે એવો રોબોટ બનાવવા માગે છે કે જે લોકોને કામમાં આવે. તેના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે જીવ્યાનને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં પણ ઘણો રસ છે.
જીવ્યાનની સફળતાનું રહસ્ય તેમાં પણ છે કે તેનાં માતા-પિતા તેને સતત પ્રોત્સાહિત કરતાં રહે છે. તે પોતાની મેળે જ. ગેઇમ બનાવે છે એપ બનાવે છે પેજર તથા ડાયાગ્રામ બનાવે છે. સાથે ગણિત ઉપર સતત ધ્યાન રાખે છે. તેણે એવા પ્રશ્નો હલ કર્યા છે કે જે ધુરંધરો પણ હલ કરી ન શકે.




