Business

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી

By GS Team
11 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનના સૈન્ય કમાન્ડરે 11 માર્ચના રોજ દુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જોરદાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી

Iran tells 'get ready for $200 a barrel': ઈરાનના સૈન્ય કમાન્ડરે 11 માર્ચના રોજ દુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જોરદાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

યુદ્ધ લંબાય તો ઓઈલ સપ્લાય પર ખતરો 

દુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) હાલ બંધ જેવી સ્થિતિમાં છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દેશે નહીં. 

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અહીં કુલ 14 મર્ચન્ટ શિપ પર હુમલા થયા છે. હાલમાં જ અહીં થાઈલેન્ડ, જાપાન અને માર્શલ આઈલેન્ડ્સના જહાજોને નુકસાન થયું છે. બેંકોને જણાવ્યું છે કે, જે લોકો અમેરિકા કે ઈઝરાયલ સાથે વેપાર કરે છે તેના પર હુમલા થઈ શકે છે. આ માટે અમે સૌને ચેતવણી આપીએ છીએ. 

આ પણ વાંચો : ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની 'સરપ્રાઇઝ'થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

અમેરિકા દ્વારા બે સપ્તાહથી ઈરાન પર એર સ્ટ્રાઈક 

અમેરિકન અને ઈઝરાયલ દ્વારા છેલ્લા બે સપ્તાહથી ઈરાન પર સતત એર સ્ટ્રાઈક ચાલુ છે. ઈરાને પણ તેના જવાબમાં ઈઝરાયલ અને બહેરીનમાં અમેરિકન નેવલ હેડક્વાર્ટર પર મિસાઈલ ઝીંકી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,300 થી વધુ ઈરાની નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

મોજતબા ખામેનેઈને પણ ઈજા થયાના અહેવાલ 

અહેવાલો મુજબ, ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર અને ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ પણ એક એરસ્ટ્રાઈકમાં સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ જ હુમલામાં તેમના પરિવારના અન્ય સભ્યોના મોત થયા હોવાનું મનાય છે.

દુનિયાના દેશો પર આર્થિક અસર અને ભવિષ્ય

જો કે અત્યારે ઓઈલ માર્કેટમાં પ્રતિ બેરલનો ભાવ 85થી 92 ડૉલર છે કારણ કે, રોકાણકારોને આશા છે કે ટ્રમ્પ ઝડપથી આ યુદ્ધ ખતમ થયાની જાહેરાત કરશે. જો કે, યુદ્ધ લાંબુ ચાલ્યું  તો ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તેના ઈમરજન્સી રિઝર્વમાંથી 400 મિલિયન બેરલ ઓઈલ રિલીઝ કરવાની તૈયારી રાખવી પડશે.

બીજી તરફ, ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે, અમારો હેતુ પૂરો નહીં થાય, ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. તો ઈરાને પણ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાનો ઈનકાર કર્યો છે. 

આ પણ વાંચો : સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બન્યું ડેથ વેલી, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પનો દાવો - અમે 16 જહાજ ઉડાવ્યાં