World

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે યુએઈમાં વસતા ભારતીયો માટે દૂતાવાસનું એલર્ટ, જાહેર કરી એડવાઈઝરી

By GS TEAM
8 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા અને ઈરાન દ્વારા પડોશી દેશો પર આક્રમણને ધ્યાને રાખીને ભારત વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે એલર્ટ થઈ ગયું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી સ્થિત ભારતીય દુતાવાસે ભારતીયો સામે ચેતવણી જાહેર કરી છે. દુતાવાસે કહ્યું છે કે, ઘટના સ્થળો પર ફોટો કે વીડિયો બનાવવા ન જાવ, ઘટનાઓના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ ન કરો. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત 9 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. સતત ડ્રોન અને મિસાઈલો ઝિંકાયા બા ઈરાનની બદતર સ્થિતિ થઈ ગઈ છે, તો ઈરાન પણ વળતો જવાબ આપવાની સાથે પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ગંભીર સંકટ ઉભુ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે યુએઈમાં વસતા ભારતીયો માટે દૂતાવાસનું એલર્ટ, જાહેર કરી એડવાઈઝરી

Indian Embassy UAE Advisory : અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા અને ઈરાન દ્વારા પડોશી દેશો પર આક્રમણને ધ્યાને રાખીને ભારત વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે એલર્ટ થઈ ગયું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી સ્થિત ભારતીય દુતાવાસે ભારતીયો સામે ચેતવણી જાહેર કરી છે. દુતાવાસે કહ્યું છે કે, ઘટના સ્થળો પર ફોટો કે વીડિયો બનાવવા ન જાવ, ઘટનાઓના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ ન કરો. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત 9 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. સતત ડ્રોન અને મિસાઈલો ઝિંકાયા બા ઈરાનની બદતર સ્થિતિ થઈ ગઈ છે, તો ઈરાન પણ વળતો જવાબ આપવાની સાથે પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ગંભીર સંકટ ઉભુ થઈ ગયું છે.

ભારતીય દૂતાવાસની એડવાઈઝરી

યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કોઈપણ વ્યક્તિ ગેરકાયદે રીતે ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. પ્રતિબંધીત વિસ્તારો અને એરપોર્ટની અંદર ફોટો ખેંચવાની મનાઈ છે. યુએઈમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે તેમજ તેઓ કોઈ કાયદાકીય સંકટમાં ન ફસાય તે માટે દૂતાવાસે ભારતીયોને કડકાઈ રીતે નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે.

ભારતીય દૂતાવાસે કહ્યું છે કે,

  • જો ચેતવણીનું એલર્ટ સંભળાય તો સુરક્ષિત સ્થળે જતા રહો, જ્યાં સઉધી આ એલર્ટ બંધ ન થાય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે જ રહો. બહાર જવાનો પ્રયાસ બિલકુલ ન કરો. ફોટો અને વીડિયો ઉતારવાનો પણ પ્રયાસ ન કરો.
  • ઘટના સ્થળનો ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરો. વિસ્ફોટ કે મિસાઈલના કારણે કોઈ નુકસાન થાય તો તેનો પણ ફોટો ન અપલોડ કરો.
  • જો તમારી આસપાસ વિસ્ફોટકો પડે અથવા શંકાસ્પદ પદાર્થ દેખાય તો તુરંત સક્ષમ અધિકારીને માહિતી આપો. જેથી તે વિસ્તારને સુરક્ષિત રાખવાના પગલા ભરી શકાય. આવા સ્થળોથી દૂર રહો અને કોઈપણ શંકાસ્પદ પદાર્થ પાસે જવું પણ ન જોઈએ અને તેને અડવું પણ ન જોઈએ.
  • જો ક્યાં પણ આવો કે જાવ તો એરપોર્ટની અંદરના ફોટો ન પાડવા અથવા વિડીયો રેકોર્ડ પણ ન કરવા.
  • વર્તમાન સ્થિતિ જોતા અબૂધાબી સ્થિત ભારતીય દૂતાવાસે UAEમાં રહેતા અથવા તે દેશથી અન્ય સ્થળે જનારા તમામ ભારતીયોને અપીલ કરી છે કે, તેઓ સ્થાનિક કાયદો-વ્યવસ્થા અને યુએઈ અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરે.

આ પણ વાંચો : ઈઝરાયલ ક્યારેય ભૂલતું નથી! યુદ્ધ વચ્ચે ખોદી નાંખ્યું કબ્રસ્તાન, 40 વર્ષ પહેલાના પાયલોટની શોધ

અમેરિકા-ઈઝરાય-ઈરાન યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ગંભીર સંકટ

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા 9 દિવસથી ઈરાન પર હુમલા કરી રહ્યા છે, તો બીજીતરફ ઈરાન પડોશી દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર પણ હુમલાઓ કરી રહ્યું છે. સંયુક્ત આરબ અમિરાત, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીને કહ્યું છે કે, તેઓએ રવિવારે રાત્રે ઈરાની હુમલાઓને અટકાવ્યા છે. ઈરાને હોર્મુય જળમાર્ગ બંધ કર્યો અને આ જળમાર્ગ પાસે ક્રૂડ ઓઈલના પ્લાન્ટ હોવાના કારણે યુએઈ અને કુવેતે તે પ્લાન્ટ પરથી ઉત્પાદન ઘટાડી દીધું છે. આ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ માસૂદ પેજેશકિયને સેનાને નિર્દેશ આપ્યા છે કે, જે દેશ ઈરાન પર હુમલો કરી રહ્યા નથી, તે દેશો પર ઈરાની સેના હુમલો ન કરે. આ સાથે તેમણે પડોશી દેશોની માફી પણ માંગીછે.

આ પણ વાંચો : 'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી...', બ્રિટનના એરક્રાફ્ટ કેરિયર પ્લાનની ટ્રમ્પે મજાક ઉડાડી