વડોદરાના દવાની દુકાનનુ ં લાયસન્સ કાયમી ધોરણે રદ્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોડિનયુક્ત કફ સીરપ ગેરકાયદે વેચાણ કરવાના આરોપસર વડોદરાની હોલસેલ પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યો છે.
નશા માટે વપરાતી કોડિન કફ સિરપના ગેરકાયદે વેચાણ અંગે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી દરમિયાન સનફાર્મારોડ પર આવેલી એસ.ડી. ફાર્મા નામની હોલસેલ પેઢીના વ્યવહારો શંકાના દાયરામાં આવતા તપાસ શરૃ કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યવહારો અંગે પેઢીને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. સંચાલક હાર્દિક વિનોદભાઇ શાહ દ્વારા સંતોષકારક ખુલાસો આપવામાં આવ્યો નહતો. પેઢી દ્વારા યુ.પી.ના ગાઝિયાબાદની પેઢીમાંથી ૯ હજાર કોડિન કફ સિરપ બોટલ ખરીદ કર્યાનું દર્શાવ્યું હતું. આ બિલ બનાવટી હોવાનું જણાઇ આવ્યું હતું. હરણી રોડ પર આવેલી બંધ થયેલી દુકાનને ૧,૪૪૦ બોટલનું વેચાણ કરી હોવાનું દર્શાવ્યું હતું. તેમજ અમદાવાદની પ્રાંશી એન્ટરપ્રાઇઝ પેઢીને ૭,૫૬૦ બોટલનું વેચાણ કર્યું હોવાના બિલમાં પણ છેડછાડ કરાઇ હતી. ઉપરોક્ત વિગતો તપાસ દરમિયાન બહાર આવતા એસ.ડી.ફાર્માનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરાયું છે. મદદનીશ કમિશનર એ.એચ. ઝાલાએ જણાવ્યું છે કે, પેઢી છેલ્લા એક વર્ષથી વડોદરામાં ઉપરોક્ત સ્થળે કાર્યરત હતી.









