Get The App

હોર્મુઝ બંધ થતાં પાકિસ્તાનમાં ઉથલ-પાથલ, 15 નિયમો જાહેર કર્યા, ઈરાનના નિર્ણયથી મળી આંશિક રાહત

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ બંધ થતાં પાકિસ્તાનમાં ઉથલ-પાથલ, 15 નિયમો જાહેર કર્યા, ઈરાનના નિર્ણયથી મળી આંશિક રાહત 1 - image

Pakistan Oil Crisis : અમેરિકા-ઈઝરાયેલ સાથે 18 દિવસથી યુદ્ધ કરી રહેલા ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. આ માર્ગેથી ક્રૂડ ઓઈલ સહિતનો સપ્લાય બંધ થયા બાદ પાકિસ્તાનમાં ભારે ઉથલ-પાથલ ચાલી રહી છે. હવે આ સંકટને પહોંચી વળવા માટે પાકિસ્તાન સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના પગાર કાપથી લઈને સરકારી વાહનોના વપરાશમાં ઘટાડો સહિત 15 નિયમો બનાવ્યા છે. બીજીતરફ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને પાકિસ્તાનના એક ઓઈલ ટેન્કરને હોર્મુઝ પાર કરવાની મંજૂરી આપી છે.

એક પાકિસ્તાની ઓઈલ ટેન્કરને હોર્મુઝ પાર કરવાની મંજૂરી મળી

પાકિસ્તાન નેશનલ શિપિંગ કોર્પોરેશન (PNAC)ના પ્રવક્તા ફારૂક નિજામે કહ્યું કે, ‘ઈરાને પોતાના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પાકિસ્તાનના એક કોમર્શિયલ ઓઈલ ટેન્કરને પસાર થવાની મંજૂરી આપી છે. લગભગ 1,09,990 ટન કાચુ ક્રૂડ ઓઈલ લઈને આવતું જહાજ MT કરાંચી બુધવારે 18 માર્ચે કરાંચી પોર્ટ પર પહોંચશે.’

પાકિસ્તાની ઓઈલ ટેન્કરે હોર્મુઝ પાર કર્યું

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, ‘નિજામે કહ્યું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વેપારી જળમાર્ગની સપ્લાય ચેન અટવાઈ પડ્યો છે. જોકે ઈરાની અધિકારીઓ પાસેથી મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાની ઓઈલ ટેન્કરે સફળતાપૂર્વ હોર્મુઝ પાર કરી લીધું છે. ટેન્કરે 15 માર્ચે હોર્મુઝ પાર કરી લીધું છે.’ અમેરિકા-ઈઝરાયે ઈરાન પર હુમલા શરૂ કર્યા બાદ ઈરાન અને ઓમાન વચ્ચે સાંકળા જળમાર્ગમાં સેંકડો જહાજો ફસાઈ ગયા છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં

યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે તણાવ ચાલી રહ્યો છે અને તેની સીધી અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડી છે. ઈંધણની કિંમતોમાં વધારો થયા બાદ પાકિસ્તાની સરકારે બે મહિના માટે સખત અસ્ટેરિટી પેકેજ લાગુ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે, ત્યારે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટના કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. અફઘાનિસ્તાન સાથે યુદ્ધ, તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સાથે સતત ચાલી રહેલી લડાઈએ તેની મુશ્કેલી વધુ વધારી દીધી છે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં NATO દેશોએ સાથ ન આપતા ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીન પર પણ સાધ્યું નિશાન

હોર્મુઝ બંધ થયા બાદ પાકિસ્તાન ભારે સંકટમાં, અધિકારીઓના પગાર કાપ સહિત 15 નિયમો જાહેર કર્યા

યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થયા બાદ પાકિસ્તાની હાલત એવી બદતર થઈ ગઈ છે કે, સરકારે અધિકારીઓના પગાર કાપ સહિત 15 નિયમો જાહેર કરવા પડ્યા છે. સરકારે પોતાની બચેલી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અનેક મથામણ કરી રહી છે. ક્રૂડ ઓઈલની કટોકટી ઉભી થયા બાદ સરકારે અનેક વિભાગોના ખર્ચ પર કાપ પણ મક્યો છે.

  1. સરકારી વાહનોના વપરાશમાં 60 ટકાનો ઘટાડો
  2. ગ્રેડ-20થી ઉપરના અધિકારીઓના પગારમાં 2 દિવસનો સ્વૈચ્છિક કાપ
  3. ગેસ સિલિન્ડરના વેંચાણ થતા જથ્થા પર કાપ
  4. સંસદ સભ્યો અને ધારાસભ્યોના પગાર-ભથ્થામાં 25 ટકાનો ઘટાડો
  5. સરકારી વાહનો માટે પેટ્રોલના ક્વોટામાં 50 ટકાનો ઘટાડો
  6. કેબિનેટ મંત્રીઓ અને સલાહકારોનો 2 મહિનાનો પગાર બંધ
  7. સરકારી વિભાગોના બિન-જરૂરી ખર્ચમાં 20 ટકાનો કાપ
  8. અધિકારીઓની બિઝનેસ ક્લાસમાં મુસાફરી પર પ્રતિબંધ
  9. વિદેશ પ્રવાસ માત્ર અત્યંત જરૂરી હોય તો જ કરવાની મંજૂરી
  10. સરકારી ઓફિસો માટે નવી ચીજવસ્તુઓની ખરીદી પર સંપૂર્ણ રોક
  11. આઈટી (IT) સાધનોની ખરીદી પર કડક નિયંત્રણો
  12. સરકારી વિભાગોની તમામ મીટિંગો હવેથી માત્ર વર્ચ્યુઅલ માધ્યમથી
  13. સરકારી ઓફિસો માટે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામકાજ
  14. સેમિનાર અને કોન્ફરન્સ યોજતા પહેલા પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય
  15. ખાનગી સેક્ટરને પણ આ પ્રકારની ગાઈડલાઈન્સ પાળવાની સલાહ

આ પણ વાંચો : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સરકારને આપી ચેતવણી, કહ્યું- ‘તાત્કાલીક તપાસ કમિટી હટાવો’