World

દરિયાની વચ્ચે ક્રૂઝમાં ઘાતક વાઇરસનો વિસ્ફોટ, નેધરલૅન્ડ્સ પહોંચતા જ આખું જહાજ કરાશે ક્વોરેન્ટાઇન!

By GS Team
16 May 20262 mins read
TukuTouch Logo
હેન્ટા વાઇરસ વિશ્વભરને ચિંતામાં મુકી દીધું હોય તેમ વધુ એક શિપ પર આફત ઉભી કરી દીધી છે. નવા રિપોર્ટ મુજબ આ વાયરસની ઝપેટમાં આવેલા ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયસ’ને લઈને નેધરલેન્ડ્સ સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી સોમવારે નેધરલેન્ડ્સના રોટરડેમ બંદરે પહોંચી રહેલા આ જહાજના મોટાભાગના ક્રૂ મેમ્બર્સને આગામી 6 અઠવાડિયા માટે ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દરિયાની વચ્ચે ક્રૂઝમાં ઘાતક વાઇરસનો વિસ્ફોટ, નેધરલૅન્ડ્સ પહોંચતા જ આખું જહાજ કરાશે ક્વોરેન્ટાઇન!

Hantavirus : હેન્ટા વાઇરસે વિશ્વભરને ચિંતામાં મૂકી દીધું હોય તેમ વધુ એક શિપ પર આફત ઊભી કરી દીધી છે. નવા રિપોર્ટ મુજબ આ વાઇરસની ઝપેટમાં આવેલા ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયસ’ને લઈને નેધરલૅન્ડ્સ સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી સોમવારે નેધરલૅન્ડ્સના રોટરડેમ બંદરે પહોંચી રહેલા આ જહાજના મોટાભાગના ક્રૂ મેમ્બર્સને આગામી 6 અઠવાડિયા માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે.

વાઇરસ ફેલાતો અટકાવવા આકરા પગલાં

નેધરલૅન્ડ્સના આરોગ્ય મંત્રી સોફી હર્મન્સ અને વિદેશ મંત્રી ટોમ બેરેન્ડસને સંસદને જાણ કરી છે કે, શિપમાં ચેપી વાઇરસ ફેલાતો અટકાવવા માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ આ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે, જ્યારે અન્ય દેશોના નાગરિકોને સરકારી સુવિધામાં રાખવામાં આવશે.

આ પણ વાંચો : માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા

પાંચ દેશોના નાગરિકો હેન્ટા વાઇરસની ઝપેટમાં

ઓપરેટર કંપની ‘ઓશનવાઇડ એક્સપિડિશન્સ’ના રિપોર્ટ અનુસાર, આ જહાજ પર હાલ 25 ક્રૂ મેમ્બર્સ અને બે તબીબી કર્મચારીઓ સહિત કુલ 27 લોકો સવાર છે. જેમાં ફિલિપાઇન્સના 17, નેધરલૅન્ડ્સના 4, યુક્રેનના 4, રશિયાનો 1 અને પોલૅન્ડના 1 નાગરિકનો સમાવેશ થાય છે. 

ફિલિપાઇન્સના 17 ક્રૂ સભ્યો નેધરલૅન્ડ્સમાં જ ક્વોરેન્ટાઇન રહેશે

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)ની ગાઇડલાઇનને ટાંકીને નેધરલૅન્ડ્સ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ ઍન્ડ ધ એન્વાઇર્નમેન્ટ(RIVM)એ સલાહ આપી છે કે, ફિલિપાઇન્સના 17 ક્રૂ મેમ્બર્સે નેધરલૅન્ડ્સમાં જ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. ફિલિપાઇન્સમાં સુવિધા ન હોવાના કારણે અને શ્રેષ્ઠ તબીબી સારવારના અભાવને કારણે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : આફ્રિકાના જંગલોમાં અમેરિકન સેનાનું સ્પેશિયલ ઓપરેશન! ISનો ગ્લોબલ કમાન્ડર ઠાર