World

માલદીવ્સના દરિયામાં 5 ઇટાલિયન ડાઇવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા

By GS Team
16 May 20264 mins read
TukuTouch Logo
5 Italian Divers Die in Maldives Cave Accident | સમુદ્રની અસીમ સુંદરતા અને તેના રહસ્યો હંમેશા માનવીને આકર્ષતા રહ્યા છે, પરંતુ ક્યારેક આ જ આકર્ષણ જીવલેણ સાબિત થાય છે. માલદીવ્સના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ વાવુ એટોલ ખાતે તાજેતરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. સહેલાણીઓ માટે સ્વર્ગ ગણાતા આ ટાપુ પર, સમુદ્રના પેટાળને નજીકથી જાણવા નીકળેલા 5 અનુભવી ડાઇવર્સ એક ઊંડી પાણીની ગુફામાં ગયા પછી ક્યારેય પાછા ન ફર્યા. સ્થાનિક તંત્રએ આ ઘટનાને માલદીવ્સના ઇતિહાસની સૌથી ગંભીર અને ભયાનક ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. આખરે એવું તે શું બન્યું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડાઇવર્સ અને સમુદ્ર વૈજ્ઞાનિકો આ કાળી ગુફામાંથી જીવતા બહાર ન આવી શક્યા?

Summarized by AI; it may make mistakes. Check important info

માલદીવ્સના દરિયામાં 5 ઇટાલિયન ડાઇવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા

5 Italian Divers Die in Maldives Cave Accident | સમુદ્રની અસીમ સુંદરતા અને તેના રહસ્યો હંમેશા માનવીને આકર્ષતા રહ્યા છે, પરંતુ ક્યારેક આ જ આકર્ષણ જીવલેણ સાબિત થાય છે. માલદીવ્સના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ વાવુ એટોલ ખાતે તાજેતરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. સહેલાણીઓ માટે સ્વર્ગ ગણાતા આ ટાપુ પર, સમુદ્રના પેટાળને નજીકથી જાણવા નીકળેલા 5 અનુભવી ડાઇવર્સ એક ઊંડી પાણીની ગુફામાં ગયા પછી ક્યારેય પાછા ન ફર્યા. સ્થાનિક તંત્રએ આ ઘટનાને માલદીવ્સના ઇતિહાસની સૌથી ગંભીર અને ભયાનક ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. આખરે એવું તે શું બન્યું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડાઇવર્સ અને સમુદ્ર વૈજ્ઞાનિકો આ કાળી ગુફામાંથી જીવતા બહાર ન આવી શક્યા?

ટોચના સાયન્ટિસ્ટ્સ અને પ્રોફેસર્સ જ બન્યા શિકાર

આ કોઈ સામાન્ય પ્રવાસીઓ નહોતા, પરંતુ સમુદ્રના વિજ્ઞાનને ખૂબ સારી રીતે સમજનારા નિષ્ણાતો હતા. ઇટાલીના આ ગ્રૂપમાં સામેલ 5 લોકોમાંથી 4 લોકો યુનિવર્સિટી ઑફ જેનોઆ સાથે સંકળાયેલા હતા અને 'Duke of York' નામની લક્ઝરી યોટ દ્વારા આ અભિયાન પર નીકળ્યા હતા.

મૃતકોમાં ઇટાલીના જાણીતા મરીન બાયોલોજિસ્ટ અને પ્રોફેસર મોનિકા મોન્ટેફાલ્કોન સામેલ હતા, જેઓ માલદીવ્સમાં એક આઇલૅન્ડ મોનિટરિંગ કેમ્પેઈનના સાયન્ટિફિક ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સાથે તેમની દીકરી જ્યોર્જિયા સોમ્માકલ જે બાયોમેડિકલ એન્જિનિયર હતી, 31 વર્ષીય મરીન બાયોલોજિસ્ટ મ્યુરિયલ ઓડેનિનો, 31 વર્ષીય સર્ટિફાઇડ સ્કૂબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર ફેડેરિકો ગુઆલ્તિયેરી અને 44 વર્ષીય બોટ ઓપરેશન મેનેજર જિયાનલુકા બેનેડેત્તી સામેલ હતા. બેનેડેત્તી તો બૅન્કિંગ અને ફાઇનાન્સની કરિયર છોડીને ડાઇવિંગના શોખ માટે 2017થી માલદીવ્સમાં સ્થાયી થયા હતા.

3 ચેમ્બરવાળી રહસ્યમય ગુફા અને રેસ્ક્યુ ઓપરેશનનો પડકાર

આ અકસ્માત વાવુ એટોલમાં દરિયાની સપાટીથી 50 મીટર(આશરે 164 ફૂટ)ની ઊંડાઈએ આવેલી એક જટિલ ગુફામાં થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ અંડરવોટર કેવમાં 3 મોટી ચેમ્બર છે, જે સાંકડા માર્ગોથી એકબીજા સાથે જોડાયેલી છે.

અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળ્યો

રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં માત્ર જિયાનલુકા બેનેડેત્તીનો જ મૃતદેહ ગુફાના પ્રવેશદ્વાર પાસેથી રિકવર કર્યો છે, જ્યારે બાકીના 4 ડાઇવર્સ હજુ પણ ગુફાની અંદર હોવાની આશંકા છે. માલદીવની સરકારના પ્રવક્તા મોહમ્મદ હુસૈન શરીફે જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને જોરદાર પવનના કારણે શુક્રવારનું સર્ચ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. જોકે, સ્થાનિક ડાઇવર્સે શનિવારના ઓપરેશન માટે એક પ્રારંભિક નકશો તૈયાર કરી લીધો છે અને ઇટાલીથી પણ 2 ડાઇવિંગ એક્સપર્ટ્સ આ ટીમની મદદે આવી રહ્યા છે.

મોત પાછળના 4 સંભવિત કારણો: એક્સપર્ટ્સનું શું કહેવું છે?

આટલા અનુભવી ડાઇવર્સ એકસાથે કેવી રીતે જીવ ગુમાવી બેસે, તે રહસ્ય ઉકેલવા તપાસકર્તાઓ અને ડાઇવિંગ નિષ્ણાતો નીચે મુજબની થિયરીઓ પર કામ કરી રહ્યા છે:

ડાઇવર્સ બહાર આવવાનો રસ્તો ભૂલી ગયા હશે? 

સમુદ્રમાં વાવાઝોડા જેવા હવામાનને કારણે ગુફાની અંદરની રેતી અને કાંપ એટલી હદે ઉડ્યા હોઈ શકે કે ગુફાની અંદર જોવાનું સાવ બંધ થઈ ગયું હોય. આના કારણે ડાઇવર્સ બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા હોવાની પૂરેપૂરી આશંકા છે.

એક સાથીને બચાવવાનો પ્રયાસ અને પેનિક

એવું પણ બની શકે કે સાંકડી ગુફામાં કોઈ એક ડાઇવર ફસાઈ ગયો હોય અને તેને બચાવવાના ચક્કરમાં અન્ય સાથીઓનો ઓક્સિજન ખતમ થઈ ગયો હોય અથવા ગભરાટને કારણે અકસ્માત સર્જાયો હોય.

ઓક્સિજન ટોક્સિસિટીની પણ આશંકા

ડાઇવિંગ નિષ્ણાતો શંકા સેવી રહ્યા છે કે વધુ પડતા દબાણ હેઠળ સિલિન્ડરમાં રહેલો ગેસ ઝેરી બની ગયો હોઈ શકે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે ડાઇવિંગ ટેન્કનું ગેસ મિશ્રણ નક્કી કરેલી ઊંડાઈ માટે યોગ્ય ન હોય.

ગોપ્રો કેમેરા ખોલશે રહસ્ય: 

પ્રોફેસર મોનિકાના પતિ કાર્લોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની પત્ની દુનિયાની સૌથી અનુભવી ડાઇવર્સમાંની એક હતી અને તે ક્યારેય પોતાની દીકરી કે બીજાના જીવને જોખમમાં ન મૂકે. તેમણે આ દુર્ઘટનાને અણધારી ગણાવીને ઉમેર્યું કે, મારી પત્ની પાસે તેનો GoPro કેમેરો હતો, જે તે અભિયાન દરમિયાન સાથે રાખતી હતી. આ કેમેરો એ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવી શકે છે કે ગુફાની અંદર આખરે શું બન્યું હતું. 

એક અણધાર્યો અંત

માલદીવ્સ જેવા ટાપુઓ પર ડાઇવિંગ કે સ્નોર્કલિંગ દરમિયાન આવા જીવલેણ અકસ્માતો ખૂબ જ દુર્લભ છે. પરંતુ આ ઘટના સાબિત કરે છે કે પ્રકૃતિ અને સમુદ્ર ગમે એટલા શાંત દેખાતા હોય, તેમની સામે નાની સરખી ગફલત કે કુદરતનો એક નાનો બદલાવ પણ ભયાનક તબાહી સર્જી શકે છે. આ વૈજ્ઞાનિકો જે દરિયાઈ સૃષ્ટિને બચાવવા અને સમજવા માટે મથતા હતા, આખરે તે જ સૃષ્ટિના રહસ્યોમાં કાયમ માટે વિલીન થઈ ગયા.