World

ટ્રમ્પે કહ્યું ‘હું ઈઝરાયલનો વડાપ્રધાન બની જઈશ!’ જાણો શું ખરેખર આવું શક્ય છે કે નહીં

By GS Team
21 May 20263 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલી જાય, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ગ્રીનલેન્ડ હડપ કરવા, ક્યુબા પર કબ્જો કરવા અને કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવા જેવી વાતો કરી ચૂકેલા ટ્રમ્પે બુધવારે એવું બોલ્યા છે, જેના કારણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટેન્શન વધી શકે છે. ટ્રમ્પ એવું બોલ્યા છે કે, આ બધું પતી જાય, ત્યાર પછી તેઓ ઈઝરાયલના વડાપ્રધાન બની જશે. સવાલ એ છે કે શું ખરેખર કોઈ અમેરિકી નાગરિક ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? ઈઝરાયલની રાજકીય વ્યવસ્થા દુનિયાના ઘણા દેશો કરતાં અલગ છે. ત્યાં રાષ્ટ્રપ્રમુખ નહીં, પરંતુ વડાપ્રધાન જ વાસ્તવિક સત્તાનું કેન્દ્ર હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે કહ્યું ‘હું ઈઝરાયલનો વડાપ્રધાન બની જઈશ!’ જાણો શું ખરેખર આવું શક્ય છે કે નહીં

Donald Trump Israel PM : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલી જાય, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ગ્રીનલૅન્ડ હડપ કરવા, ક્યુબા પર કબ્જો કરવા અને કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવા જેવી વાતો કરી ચૂકેલા ટ્રમ્પે બુધવારે એવું બોલ્યા છે, જેના કારણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટેન્શન વધી શકે છે. ટ્રમ્પ એવું બોલ્યા છે કે, આ બધું પતી જાય, ત્યાર પછી તેઓ ઈઝરાયલના વડાપ્રધાન બની જશે. સવાલ એ છે કે શું ખરેખર કોઈ અમેરિકી નાગરિક ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? ઈઝરાયલની રાજકીય વ્યવસ્થા દુનિયાના ઘણા દેશો કરતાં અલગ છે. ત્યાં રાષ્ટ્રપ્રમુખ નહીં, પરંતુ વડાપ્રધાન જ વાસ્તવિક સત્તાનું કેન્દ્ર હોય છે.

ઈઝરાયલમાં વડાપ્રધાનની પસંદગી કેવી રીતે થાય છે?

1... ભારતની જેમ ઈઝરાયલ પણ સંસદીય લોકશાહી છે. ત્યાંની જનતા સીધા વડાપ્રધાનને નથી ચૂંટતી. લોકો સંસદ એટલે કે નેસેટ (Knesset) માટે મતદાન કરે છે. નેસેટમાં 120 બેઠકો હોય છે. જે નેતા પાસે બહુમતી મેળવવાની ક્ષમતા હોય, તે જ વડાપ્રધાન બને છે.

2... એટલે કે નિયમ મુજબ, પહેલાં સાંસદ બનો, પછી બહુમતી સાબિત કરો, ત્યાર બાદ ઈઝરાયલના રાષ્ટ્રપતિ તમને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે અને આ પ્રક્રિયા પછી તમે ત્યાં પીએમ બની શકો છો.

ઈઝરાયલમાં PM બનવાની શરતો

ઈઝરાયલમાં એવો કાયદો છે, જેનાથી વિદેશી નાગરિક પણ વડાપ્રધાન બની શકે છે, પરંતુ તેના માટે કેટલીક ખૂબ જ મહત્ત્વપૂર્ણ શરતો છે. ઈઝરાયલના કાયદા અનુસાર વડાપ્રધાન બનવા માટે તે વ્યક્તિ ઈઝરાયલનો નાગરિક હોવો જરૂરી છે. સંસદનો સભ્ય હોવો અનિવાર્ય છે. કોઈ ગુનામાં ગંભીર સજા ન થયેલી હોવી જોઈએ અને રાજકીય સમર્થન તેમજ ગઠબંધન મેળવવાની ક્ષમતા હોવી જોઈએ.

આ પણ વાંચો : અમેરિકા ગમે તે ઘડીએ આ દેશ પર વેનેઝુએલા જેવો હુમલો કરશે, 5 સંકેતથી ટેન્શન વધ્યું

...તો જ ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે !

ઈઝરાયલનો કાયદો એવું નથી કહેતો કે, વ્યક્તિ જન્મથી જ ઈઝરાયલી હોવો જોઈએ. એટલે કે જો કોઈ વિદેશી નાગરિક પાછળથી ઈઝરાયલની નાગરિકતા મેળવી લે, ચૂંટણી લડે, સાંસદ બને અને બહુમતી મેળવી લે તો તે વડાપ્રધાન બની શકે છે. અહીંથી જ ટ્રમ્પવાળા સવાલની શક્યતા દેખાય છે.

કોઈપણ વિદેશી નાગરિક PM બની શકે તેવો ઈઝરાયલનો કાયદો

ઈઝરાયલમાં સૌથી મહત્ત્વનો કાયદો લો ઑફ રિટર્ન અમલમાં આવે છે. આ કાયદો કહે છે કે દુનિયાના કોઈપણ યહૂદી ઈઝરાયલ આવીને નાગરિકતા મેળવી શકે છે, કારણ કે ઈઝરાયલ પોતાને વિશ્વભરના યહૂદીઓનું રાષ્ટ્ર માને છે. તેનો અર્થ એ થયો કે જો કોઈ અમેરિકી નાગરિક યહૂદી હોય, તો તે ઈઝરાયલ જઈને નાગરિકતા લઈ શકે છે. ત્યાર પછી તે રાજકારણમાં પ્રવેશી શકે છે અને સૈદ્ધાંતિક રીતે વડાપ્રધાન બનવાની રેસમાં સામેલ થઈ શકે છે. આ જ કારણે અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને અન્ય દેશોમાંથી હજારો લોકો દર વર્ષે ઈઝરાયલ જઈને વસે છે.

ટ્રમ્પ તો યહૂદી નથી? તો શું...

ટ્રમ્પની ભલે ઈઝરાયેલના પીએમ બનવાની ઈચ્છા હોય, પરંતુ અહીં મોટું ટ્વિસ્ટ આવ્યું છે... વાસ્તવમાં ટ્રમ્પ તો યહૂદી નથી. તેઓ ખ્રિસ્તી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. જોકે તેમની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે યહૂદી ધર્મ અપનાવ્યો છે અને તેમના જમાઈ જેરેડ કુશ્નર પણ યહૂદી છે. ટ્રમ્પની ગણતરી ઈઝરાયલના સમર્થક નેતાઓમાં ચોક્કસ થાય છે, પરંતુ તેનાથી તેઓ આપોઆપ ઈઝરાયલના નાગરિક નથી બની જતા. એટલે કે જો ટ્રમ્પ ખરેખર ઈઝરાયલના પીએમ બનવા માંગતા હોય, તો તેમણે પહેલાં ઈઝરાયલની નાગરિકતા મેળવવી પડે. ત્યાર બાદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવું પડે અને ચૂંટણી જીતવી પડે.

ઈઝરાયેલના ઉચ્ચ પદે અનેક વિદેશી નાગરિકો

ઈઝરાયલમાં એવા ઘણા મોટા નેતાઓ છે, જેમનો જન્મ અન્ય દેશોમાં થયો હતો.

  • ગોલ્ડા મેયરનો જન્મ યુક્રેનમાં થયો હતો.
  • મેનાકેમ બેગિન પોલૅન્ડમાં જન્મ્યા હતા.
  • બેન્જામિન નેતન્યાહૂએ લાંબા સમય સુધી અમેરિકામાં અભ્યાસ કર્યો અને ત્યાં જીવન વિતાવ્યું હતું.
  • આ ઉપરાંત ઘણા મંત્રીઓ રશિયા, યુરોપ અને અમેરિકાથી આવીને રાજકારણમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે, ઈઝરાયલનું રાજકારણ ઈમિગ્રન્ટ બેકગ્રાઉન્ડનો સ્વીકાર કરે છે. પરંતુ એક વાત હંમેશા સમાન રહે છે કે તેઓ બધા આખરે ઈઝરાયલના નાગરિક બન્યા અને ત્યાંના રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા.

આ પણ વાંચો : ઈરાન પર ફરી હુમલા મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે મતભેદ! ટેલિફોનિક વાતચીતમાં ઝઘડો થયાનો દાવો