World

ઇરાન અંગે ટ્રમ્પનું શી-જીનપિંગને સ્પષ્ટ સૂચન ઇરાનને સીધી કે આડકતરી રીતે પણ મદદ ન કરો

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
ચીનના પ્રમુખ શી જિનપિંગે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની ચિંતા સ્વીકારી છે. બેઇજિંગમાં અમેરિકી રાજદૂત ડેવિડ મડર્યુએ જણાવ્યું કે, ચીન દ્વારા ઈરાનને સીધી કે આડકતરી મદદ વોશિંગ્ટન ચલાવી નહીં લે. ટ્રમ્પે જિનપિંગને ઈરાનને પરમાણુ કાર્યક્રમમાં મદદ ન કરવા સ્પષ્ટ સૂચન કર્યું હતું. અમેરિકા ઈરાન પર દબાણ વધારી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન અંગે ટ્રમ્પનું શી-જીનપિંગને સ્પષ્ટ સૂચન ઇરાનને સીધી કે આડકતરી રીતે પણ મદદ ન કરો
  • ચીનના પ્રમુખે અમેરિકાના પ્રમુખની તે માગણી સ્વીકારી પણ લીધી સાથે કહ્યું કે, તેના પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા કરવી અનિવાર્ય છે

નવી દિલ્હી : ચીનના પ્રમુખ શી જિનપિંગની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રમુખ ટ્રમ્પે તેમની સામે ઇરાન સંઘર્ષ વિષે ચર્ચા થઇ હતી. તે દરમિયાન ટ્રમ્પે જિનપિંગને સ્પષ્ટ શબ્દોમાં સૂચન કર્યું હતું કે, ચીને ઇરાનના પરમાણુ કાર્યક્રમ માટે સીધી કે આડકતરી રીતે પણ મદદ કરવી ન જોઈએ.
આ માહિતી આપતાં બૈજિંગ સ્થિત અમેરિકાના રાજદૂત ડેવીડ મડર્યુએ કહ્યું હતું કે, ચીન દ્વારા ઇરાનને અપાતી સીધી કે આડકતરી સહાય વોશિંગ્ટન ચલાવી લેશે નહીં. અમેરિકા તહેરાન ઉપર સતત દબાણ વધારવા માટે આમ કરી રહ્યું છે.
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે પણ શુક્રવારે કહ્યું હતું કે, તેઓની શી સાથેની મંત્રણા દરમિયાન ઇરાનના પ્રશ્નની ચર્ચા થઇ હતી.
એકસીઓસ પડર્યુનાં આ કથનને પુષ્ટિ આપતાં કહે છે કે, પડર્યું એ તેમ પણ કહ્યું હતું કે અણે તો એક સપ્તાહપૂર્વે જ કહ્યું હતું કે, તેમણે (ચીને) ઇરાનને સીધી કે આડકતરી સહાય જેવી કે જાસૂસી માહિતી, લશ્કરી સાધનો આપવા કે તેના ભાગો પૂરા પાડવા જેવી બાબતો અમોને પૂર્ણત: અસ્વીકાર્ય છે.
અમેરિકા-ઇરાન સંઘર્ષના મૂળમાં હોર્મુઝ સ્ટ્રેઇટસ છે. એકિસઓસ જણાવે છે કે, ઇરાની અધિકારીઓએ હોર્મુઝ ખોલવા માટે મુકેલી શરતો પૈકી ઇરાન પર મુકાયેલા પ્રતિબંધો દૂર કરવા તથા અમેરિકાની નૌકાદળ-ઘેરાબંધી ઉઠાવી લેવાની શરત મુખ્ય છે. સાથે યુધ્ધ વિરામની પણ દરખાસ્ત મુકી છે. તે દરમિયાન અમેરિકાનાં સંરક્ષણ નીચે ઓઇલ ટ્રાફિક તો ચાલુ રહ્યો છે પરંતુ તે સંઘર્ષ શરૂ થયો તે સમયના ટ્રાફિક કરતાં ઘણો થોડો છે.