BREAKING: અરબ સાગરમાં US નેવીએ ઈરાની ડ્રોનને હવામાં તોડી પાડ્યું, તણાવભરી સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America Iran War: અરબ સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વચી ગયો છે, રોયટર્સના રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ અમેરિકન નૌ સેનાના એક એરક્રાફ્ટ કેરિયરની નજીક પહોંચેલા ઈરાની ડ્રોનને US આર્મીએ તોડી પાડ્યું છે. અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રોન યુદ્ધપોતની તરફ આગળ વધી રહ્યું હતું. જેને ખતરો સમજવામાં આવ્યો, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તુર્કીમાં ચાલુ સપ્તાહમાં પરમાણુ કરાર પર વાતચીત શરૂ થવા જઈ રહી છે.
F-35 ફાઈટર જેટે શહીદ 139 ડ્રોન તોડ્યું
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાનનું શહીદ 139 ડ્રોન હતું, જેને અમેરિકન F-35 ફાઈટર જેટે હવામાં જ નિશાન લગાવી તોડી પાડ્યું, ઘટના બાદ ક્ષેત્રમાં તણાવની સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. જો કે ઈરાન તરફ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ઇરાન-અમેરિકા યુદ્ધ ટળી જશે?
મહત્વનું છે કે બંને દેશો(અમેરિકા અને ઈરાન) પરમાણુ સમજૂતી અંગે મંત્રણા કરવા તૂર્કીનાં કાળા-સમુદ્ર તટે રહેલા ઐતિહાસિક નગર કોન્સ્ટન્સટીનોપાલમાં (ઇસ્તંબુલ)માં છઠ્ઠી ફેબ્રુઆરીથી મંત્રણા શરૂ કરવાના છે. તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને ઇરાન તરફથી તેના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાધયી ઉપસ્થિત રહેવાના છે. તેઓની સાથે નાનાકડા પ્રતિનિધિ મંડળો પણ રહેશે જે સહજ છે. આ મંત્રણામાં સઉદી અરબસ્તાન, ઇજીપ્ત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ મંત્રણાનો હેતુ ઇરાનના પરમાણુ કાર્યક્રમને લીધે ઉપસ્થિત થયેલો વિવાદ રાજદ્વારી રીતે ઉકેલવા અને મધ્ય પૂર્વમાં ક્ષેત્રીય યુદ્ધની સંભાવના દૂર કરવાનો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદીલી ઘટાડવા મોસ્કોમાં પણ બે દિવસથી મંત્રણા ચાલી રહી છે.
ઈરાન પર હુમલો કરવા કેમ 'તૈયાર' નથી અમેરિકા?
નોંધનીય છે કે ગયા સપ્તાહે જ અમેરિકાની નૌસેના અબ્રાહમ લિન્ક એરક્રાફ્ટ કેરિયર તથા અન્ય જંગી જહાજો મિડલ ઈસ્ટમાં તૈનાત કર્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે અમેરિકા હવે ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. જોકે જ્યાં સુધી ઈઝરાયલ તથા આરબના અન્ય દેશો સુરક્ષિત છે તેવી ખાતરી ન થાય ત્યાં સુધી અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે. અમેરિકાનું પેન્ટાગોન હાલ જૉર્ડન, કુવૈત, બેહરીન, સાઉદી અરેબિયા, કતાર તથા અન્ય સ્થળોએ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે.
આ પણ વાંચો: એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનની પાંખો વચ્ચે ટક્કર, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
ઈરાનને આપી છે ચેતવણી
ઈરાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા કે ઈઝરાયલ દ્વારા તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તે આખા મિડલ ઈસ્ટને પ્રાદેશિક યુદ્ધમાં ધકેલી દેશે. ઈરાનની આ ચેતવણી બાદ આખું વિશ્વ અત્યારે પેન્ટાગોન અને ઈઝરાયલના આગામી પગલાં પર નજર રાખીને બેઠું છે.








