Entertainment

કોંકણા સેને છ વર્ષ નાના પ્રેમી અમોલ સાથે સંબંધો ઓફિશિયલ કર્યા

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
કોંકણા સેન શર્માએ બોયફ્રેન્ડ અમોલ પરાશરને રોમેન્ટિક બર્થ ડે વીશ કરતાં તેમના ડેટિંગની સત્તાવાર પુષ્ટિ થઈ છે. 45 વર્ષીય કોંકણા અને 39 વર્ષીય અમોલ છેલ્લા 6 વર્ષથી સંબંધમાં છે. 'ડોલી કિટ્ટી ઔર વોહ ચમકતે સિતારે'માં અમોલે કોંકણાના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. કોંકણાએ 2020માં રણવીર શૌરીથી ડિવોર્સ લીધા હતા. તેઓ હવે જાહેરમાં પણ સાથે દેખાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંકણા સેને છ વર્ષ નાના પ્રેમી અમોલ સાથે સંબંધો ઓફિશિયલ કર્યા

મુંબઇ : કોંકણાસેન શર્માએ તેના બોયફ્રેન્ડ અમોલ પરાશરને રોમાન્ટિક બર્થ ડે વીશ કરતાં જ તેમના ચાહકોને બંને વચ્ચે ડેટિંગ હવે ઓફિશિયલ થઈ ચૂક્યુું હોવાની ખાતરી થઈ ચૂકી છે.
આ વિડિયોમાં કોંકણા બર્થ ડે ઉજવવાના એક પછી એક પ્લાન રજૂ કરે છે જેને અમોલ નકારી કાઢે છે. બંને જણાં કપલની જેમ મીઠો ઝઘડો કરતાં હોય તેવી આ વિડિયો ક્લિપ નીચે હેપી બર્થ ડે એપી લખ્યું છે. ૪૫ વર્ષની કોંકણા અને ૩૯ વર્ષના અમોલ પરાશર વચ્ચે છેલ્લા છ વર્ષથી સંબંધો છે. 'ડોલી કિટ્ટી ઔર વોહ ચમકતે સિતારે' ફિલ્મમાં કોંકણાના પ્રેમીની ભૂમિકા અમોલે ભજવી હતી.
કોંકણાસેને અગાઉ રણવીર શૌરી સાથે લગ્ન ૨૦૧૦માં લગ્ન કરી દસ વર્ષ બાદ ૨૦૨૦માં ડાઇવોર્સ લીધાં હતાં. તેમને આ લગ્નથી એક પુત્ર પણ છે. બંને જણાં જાહેરમાં પણ સાથે દેખાય છે. બંને માતાપિતા તરીકે તેમની ફરજ બજાવે છે.