Health

ભારતીય વિજ્ઞાનીઓએ શોધ્યું ઇનફર્ટિલિટીનું રહસ્ય, જાણો ભારતીય પુરુષોમાં વંધ્યત્વનું જિનેટિક કારણ

By GS Team
16 Sep 20252 mins read
This article was originally published on 16 Sep 2025
TukuTouch Logo
મુંબઈની ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હેલ્થના વિજ્ઞાનીઓ દ્વારા એક નવા જનીન (Gene)ની શોધ કરાઈ છે. આ જનીનના કારણે ભારતના પુરુષોને પિતા બનવામાં તકલીફ પડી રહી છે. આ જનીન જ પુરુષોની ઇનફર્ટિલિટીનું મુખ્ય કારણ મનાય છે અને તે ભારતના પુરુષોમાં પહેલી વાર જોવામાં આવ્યું છે. આ સ્થિતિને કોન્ગેનિટલ બિલેટરલ એબસન્સ ઓફ વાસ ડેફેરન્સ (CBAVD) કહેવામાં આવે છે. તે ત્યારે જ જોવા મળે છે જે બાળકનો જન્મ ટ્યુબ વગર (વાસ ડેફેરન્સ) થયો હોય. આ ટ્યુબ સ્પર્મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. આ ટ્યુબ વગર શુક્રાણુ વીર્યમાં નથી ભળી શકતા. આ કારણે કુદરતી પ્રક્રિયામાં ખલેલ પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય વિજ્ઞાનીઓએ શોધ્યું ઇનફર્ટિલિટીનું રહસ્ય, જાણો ભારતીય પુરુષોમાં વંધ્યત્વનું જિનેટિક કારણ

Gene Cause Infertility in Man: મુંબઈની ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હેલ્થના વિજ્ઞાનીઓ દ્વારા એક નવા જનીન (Gene)ની શોધ કરાઈ છે. આ જનીનના કારણે ભારતના પુરુષોને પિતા બનવામાં તકલીફ પડી રહી છે. આ જનીન જ પુરુષોની ઇનફર્ટિલિટીનું મુખ્ય કારણ મનાય છે અને તે ભારતના પુરુષોમાં પહેલી વાર જોવામાં આવ્યું છે. આ સ્થિતિને કોન્ગેનિટલ બિલેટરલ એબસન્સ ઓફ વાસ ડેફેરન્સ (CBAVD) કહેવામાં આવે છે. તે ત્યારે જ જોવા મળે છે જે બાળકનો જન્મ ટ્યુબ વગર (વાસ ડેફેરન્સ) થયો હોય. આ ટ્યુબ સ્પર્મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. આ ટ્યુબ વગર શુક્રાણુ વીર્યમાં નથી ભળી શકતા. આ કારણે કુદરતી પ્રક્રિયામાં ખલેલ પડે છે.

પહેલી વાર ભારતીય પુરુષમાં આ જોવા મળ્યું

CBAVD કન્ડિશન ધરાવતા 93 ભારતીય પુરુષો પર સ્ટડી કરાયો છે. જે પૈકી 70 ટકા પુરુષોના CFTR જિનમાં મ્યુટેશન જોવા મળ્યું હતું. આ મ્યુટેશન સિસ્ટિક ફાઇબ્રોસિસ સાથે પણ કનેક્શન ધરાવે છે. બાકીના પુરુષોમાં CFTR મ્યુટેશન જોવા મળ્યું નહોતું. વિજ્ઞાનીઓ દ્વારા એડવાન્સ વ્હોલ-એક્સોમ સિક્વન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો ત્યારે તેમને બે કેસમાં ADGRG2 જિનમાં મ્યુટેશન જોવા મળ્યું હતું. ભારતીય પુરુષમાં ADGRG2 જિનને કારણે પિતા બનવામાં તકલીફ પડી રહી હોય એ પહેલી વાર જોવા મળ્યું છે. દુનિયાના અન્ય દેશોમાં આ જિન પુરુષને પિતા બનતાં અટકાવે છે એ મળી આવ્યું છે, પરંતુ ભારતમાં પહેલી વાર આ કેસ સામે આવ્યો છે. ADGRG2 એ એક્સ-લિન્ક્ડ જિન છે. એટલે કે આ જિન માતામાંથી સંતાનને મળે છે.


CBAVD કન્ડિશન કેટલી સામાન્ય છે?

CBAVD ખૂબ જ ભાગ્યે જોવા મળતી બીમારી છે. ભારતના લગભગ 2-3 ટકા કેસમાં જ્યાં પુરુષ પિતા ન બની શકતા હોય એમાં આ કન્ડિશન જોવા મળે છે. લગભગ 25 ટકા જેટલા કેસ ઓબ્સ્ટ્રક્ટિવ અઝૂસ્પર્મિયા હોય છે. એમાં વીર્યમાં શુક્રાણુ જોવા નથી મળતાં અને એ માટેનું કારણ બ્લોકેજ અથવા તો નળી ન હોવાનું હોય છે. આ સ્થિતિના કારણે જે કપલ પેરેન્ટ્સ નથી બની શકતા, તેમના માટે IVF અથવા તો ઇન્ટ્રાસાઇટોપ્લાઝ્મિક સ્પર્મ ઇન્જેક્શન એક માત્ર વિકલ્પ છે. તેના દ્વારા તેઓ બાયોલોજિકલ સંતાનને જન્મ આપી શકે છે.

આ પણ વાંચો: જેમિનીનો સાડી ટ્રેન્ડ થયો વાઇરલ: કેવી રીતે તમારા ફોટોઝને ઓનલાઇન પ્રોટેક્ટ કરશો?

આ શોધ કેમ ખૂબ જ મહત્ત્વની છે?

વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફર્ટિલિટીની સારવાર શરૂ કરવા પહેલાં CFTR અને ADGRG2નું સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. એ કરાવવાથી એનું નિદાન ખૂબ જ ઝડપથી કરી શકાય છે. આ સાથે જ એ સ્ક્રીનિંગ અનુસાર ડોક્ટર પણ એકદમ શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરી શકે છે. આ સ્ક્રીનિંગ કરાવવાથી મહિલાઓએ સોસાયટીમાં જે અપમાન સહન કરવું પડે છે કે તેઓ માતા નથી બની શકતી એ પણ દૂર થાય છે. આથી એક સ્ક્રીનિંગ કરાવવાથી ઘણાં ફાયદા થાય છે.