Get The App

'ભાઈને ઘરે મોકલ પછી હિતાનું મર્ડર કરજો..' : વાવ-થરાદ અપહરણ કેસમાં 3 સામે FIR, પ્રેમ સંબંધની લોહીયાળ અદાવત

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
'ભાઈને ઘરે મોકલ પછી હિતાનું મર્ડર કરજો..' : વાવ-થરાદ અપહરણ કેસમાં 3 સામે FIR, પ્રેમ સંબંધની લોહીયાળ અદાવત 1 - image


Vav-Tharad Kidnapping Case: વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકને રસ્તામાં આંતરીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 

વાવ-થરાદ અપહરણ કેસમાં 3 સામે FIR

સુઈગામના ખડોલના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ આસલે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેમનો દીકરો હિતેશ તેના મિત્ર હિતેશ પટેલ સાથે 29 એપ્રિલ, 2026ના રોજ સવારે એક્ટિવા લઈને ભાભર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એટા ચોકડી પાસે એક સિલ્વર કલરની બલેનો ગાડીમાં આવેલા ત્રણ શખસોએ તેમનો રસ્તો રોક્યો હતો.

​આ શખસોએ ફરિયાદીની દીકરા હિતેશને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. તેવામાં તેના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

​ફરિયાદમાં જણાવ્યા મુજબ, હિતેશને ગામના જ એક પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. અગાઉ આ બાબતે સામાજિક રીતે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં સામા પક્ષે મનમાં વેરઝેર રાખીને આયોજનબદ્ધ કાવતરું ઘડીને અપહરણને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો

આરોપીના નામ

- જગદીશભાઈ ધર્મશીભાઈ સોલંકી (રહે.ઝઝામ, તા.સાંતલપુર)

- પીયૂષભાઈ પથુભાઈ પારેગી (રહે.મોરવાડા, તા.સુઈગામ) 

- પ્રવિણભાઈ કરશનભાઈ પારેગી (રહે.મોરવાડા, તા.સુઈગામ) 

અપહરણના કેસ મામલે સુઈગામ પોલીસે BNSની કલમ 140(3), 61, 351(2) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.