Gujarat

આગામી 27-28 તારીખે વરસાદની આગાહી, જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું

By GS Team
21 Dec 20241 min read
This article was originally published on 21 Dec 2024
TukuTouch Logo
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે આગામી 28 તારીખ સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 27-28 ડિસેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે માવઠું પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી 27-28 તારીખે વરસાદની આગાહી, જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું

Winter And Rain IMD Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે આગામી 28 તારીખ સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 27-28 ડિસેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે માવઠું પડી શકે છે. 

26 ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે 26 ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. જ્યારે 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 


27 ડિસેમ્બરે આ જિલ્લામાં વરસાદની સંભાવના

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે 27 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: જામનગરના એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈની ગેરકાયદે દુકાનો મનપાએ તોડી પાડી


28 ડિસેમ્બરની આગાહી

28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.