Ahmedabad

અમદાવાદ: સાયન્સ સિટી રોડ પર લક્ઝૂરિયસ કારોમાં ચાલતું ‘VIP રાત્રિ બજાર’ કોર્પોરેશને રાતોરાત ખાલી કરાવ્યું!

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર છેલ્લા 6 મહિનાથી Audi, BMW જેવી મોંઘી કારમાં ચણિયાચોળી, પરફ્યુમ, કેક અને જ્વેલરીનું વેચાણ કરતું અનોખું 'VIP બજાર' ધમધમતું હતું. નવરાત્રીને ધ્યાનમાં રાખીને વિકસેલા આ બજાર સામે 2 ઓક્ટોબરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રકો સાથે કાર્યવાહી કરી, રસ્તા પરના તમામ વેચાણ વ્યવસ્થાને હટાવી દીધી. આ કાર્યવાહીથી ટ્રાફિક અને રાહદારીઓની સમસ્યા હલ થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સાયન્સ સિટી રોડ પર લક્ઝૂરિયસ કારોમાં ચાલતું ‘VIP રાત્રિ બજાર’ કોર્પોરેશને રાતોરાત ખાલી કરાવ્યું!

Ahmedabad Science City Road VIP Car Bazaar: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા નવરાત્રીના અનોખા બજાર સામે આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) કાર્યવાહી કરી છે. છેલ્લા છ મહિનામાં અહીં ધીમે ધીમે વિકસેલા આ નવા ટ્રેન્ડમાં લોકો ઓડી, બીએમડબલ્યુ જેવી મોંઘી કારમાં આવીને રસ્તાની બાજુમાં ચણિયાચોળી, પરફ્યુમ, કેક, જ્વેલરી સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળતા હતા. જો કે, ગત શુક્રવારે(2 ઓક્ટોબર) કોર્પોરેશનના ટ્રકો સાથેની ટીમ સાયન્સ સિટી રોડ પર પહોંચી હતી અને રસ્તા પર ઉભા કરાયેલા આવા તમામ વેચાણ વ્યવસ્થાઓને ખાલી કરાવી દીધી હતી.

સાયન્સ સિટી રોડ પર લક્ઝૂરિયસ કારોમાં ધમધમતું ‘VIP બજાર’

સાયન્સ સિટી રોડ પર છેલ્લા બે દિવસથી ખાસ કરીને નવરાત્રીને ધ્યાનમાં રાખીને વિવિધ વસ્તુઓના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે દુકાન અથવા સ્ટોલ મારફતે થતું વેચાણ અહીં કારમાંથી થતું હતું. મોંઘી કારમાં આવેલા લોકો કારને જ જાણે મોબાઇલ દુકાન બનાવીને ગ્રાહકોને ચણિયાચોળી, જ્વેલરી, ચોકલેટો પરફ્યુમ, કેક અને અન્ય આર્ટિકલ વેચતા હતા. જો કે સ્થાનિક સ્તરે આ દૃશ્ય નવું હતું. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં સાયન્સ સિટી રોડ અને આસપાસના વિસ્તારોમાં લોકોની અવરજવર વધતી હોવાથી કેટલાક લોકો માટે આ સ્થળ મોસમી વેચાણનું કેન્દ્ર બની ગયું હતું.

સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી ગ્રાહકોને બોલાવીને રસ્તાની બાજુમાં જ વસ્તુઓ બતાવી વેચાણ કરવાની પદ્ધતિ પણ જોવા મળી હતી. પરંતુ જાહેર રસ્તા પર આવી રીતે વેચાણ અને વાહનો પાર્ક થવાથી ટ્રાફિક તથા રાહદારીઓની અવરજવર અંગે પ્રશ્ન ઊભો થતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે મનપાની ટીમ ટ્રક સાથે પહોંચી હતી. ટીમે રસ્તા પર ઉભી કરાયેલી વેચાણની વ્યવસ્થા હટાવી અને વિસ્તાર ખાલી કરાવ્યો હતો.

કોર્પોરેશને રાતોરાત ખાલી કરાવ્યું

આ કાર્યવાહીને કારણે સાયન્સ સિટી રોડ પર અચાનક ઊભું થયેલું ‘નવરાત્રી બજાર’ બંધ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે અહીંનું વેચાણ પરંપરાગત લારી-ગલ્લા કરતાં અલગ હતું. વસ્તુઓ વેચવા આવનારા કેટલાક લોકો સામાન્ય વેપારી વાહનોને બદલે મોંઘી કારમાં આવતા હતા.

છેલ્લા છ મહિનામાં વિકસેલો આ ટ્રેન્ડ હવે કોર્પોરેશનની કાર્યવાહી બાદ કેટલો ટકે છે તે જોવાનું રહેશે. જોકે, આ ઘટનાએ અમદાવાદમાં જાહેર રસ્તાઓનો ઉપયોગ કરીને થતા નવા પ્રકારના મોસમી વેપાર સામે સ્થાનિક તંત્ર માટે ઊભા થતા પડકારને ચોક્કસપણે સામે લાવ્યો છે. હાલ રોજ પોલીસ અને કોર્પોરેશન આ બજારની વોચ રાખશે જેથી કાયમી દબાણો આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ના કરે.