Gujarat

જામનગરના એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈની ગેરકાયદે દુકાનો મનપાએ તોડી પાડી

By GS Team
21 Dec 20242 mins read
This article was originally published on 21 Dec 2024
TukuTouch Logo
હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ (રાણપરીયા) સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતની પ્રવૃત્તિ અંગે ગુના નોંધવામાં આવ્યા હતા. દરમિયાન આજે જામનગર મહાનગર પાલિકા દ્વારા તેની સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈની ગેરકાયદે દુકાનો મનપાએ તોડી પાડી

Jamnagar News: હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ (રાણપરીયા) સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતની પ્રવૃત્તિ અંગે ગુના નોંધવામાં આવ્યા હતા. દરમિયાન આજે જામનગર મહાનગર પાલિકા દ્વારા તેની સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.

ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલની ગેરકાયદે દુકાનોનું બાંધકામ પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરાયું છે. ત્યારે જયેશ પટેલના ભાઈ ધર્મેશ પેટલ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ થયા બાદ હવે તેના દ્વારા ગેરકાયદે ખડકી દેવાયેલી બે દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં ગેરકાયદે દબાણ વાળી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. 

શહેરના રણજીતસાગર રોડ પર ધર્મેશ પટેલ (રાણપરીયા) દ્વારા જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદે રીતે 1500 ફૂટ જગ્યામાં બે દુકાનો ખડકી દેવામાં આવી હતી. જે અંગે તંત્ર દ્વારા એક થી વધુ વખત નોટિસ પાઠવી હતી, પરંતુ તેમાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી આખરે આજે તંત્ર દ્વારા ડીમાલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ જાતે જ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં જ ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.


જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલ ભાનુશાલી, અનવર ગજણ, યુવરાજસિંહ ઝાલા સહિતની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. એસ્ટેટ વિભાગની આશરે 15 જેટલા કર્મચારીઓની ટુકડી દ્વારા ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જેસીબી મશીન તથા એક ટ્રેક્ટર સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી. માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જ સમગ્ર બાંધકામ દૂર કરી લેવાયું હતું અને સંપૂર્ણ જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલ 2018ના રોજ રાત્રિના સમયે ટાઉનહોલ જેવા ભરચક વિસ્તારમાં જામનગરના સીનિયર એડવોકેટ કિરીટની હત્યા નીપજાવાઈ હતી. જે હત્યા ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે કરાઈ હતી. ત્યારે કિરીટ પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા ભૂમાફિયા જયેશ પટેલ હાલ લંડનની જેલમાં બંધ છે. બીજી તરફ તેના ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે.