180 મુસાફરોને બચાવનાર ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને મળવા પહોંચ્યા દુબઈના ક્રાઉન પ્રિન્સ, કહ્યું- અમને ગર્વ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dubai Crown Prince Meets Hero Indian Pilot: દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ (UAE) ના નાયબ વડાપ્રધાન હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમે શનિવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે મુલાકાત કરી હતી. સ્મિત મચ્છરે ફ્લાયદુબઈ વિમાનમાં કો-પાઈલટ દ્વારા છરાબાજીના હુમલા છતાં 180 મુસાફરોના જીવ બચાવ્યા હતા. ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતુ કે, 'કેપ્ટન સ્મિત મચ્છરની મુલાકાત દરમિયાન જેઓ બહાદુરી, જવાબદારી અને માનવ જીવન પ્રત્યેની કાળજીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. આપણા તરફથી અને દેશના નેતૃત્વ તરફથી તેઓ પૂર્ણ પ્રશંસા અને આદરને પાત્ર છે.' તેમણે વધુમાં ઉમેર્યુ કે, 'અમને ગર્વ છે કે તેઓ આપણી ટીમનો ભાગ છે, આપણા દેશનો એક હિસ્સો છે, અને યુએઈ જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેનું ઉદાહરણ છે. દયા, શાંતિ અને જીવનનો દેશ.'
દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી ફ્લાઈટ
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં કેપ્ટન મચ્છર પર તેમના ઓમાની કો-પાઈલટે હુમલો કર્યો હતો. જ્યારે વિમાન સાઉદી અરેબિયા પર લગભગ 34,000 ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની હતી. ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં, કેપ્ટન મચ્છરે હુમલાખોરના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને કોકપિટના દરવાજા ખોલવામાં સફળ રહ્યા. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે કોકપિટમાં પ્રવેશીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો, જ્યારે ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

વડાપ્રધાને સ્મિતની કરી હતી પ્રશંસા
સ્મિત મચ્છરને તેમની આ બહાદુરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રશંસા મળી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, સ્મિત મચ્છર યુએઈમાં ઉત્તમ તબીબી સારવાર હેઠળ છે, અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
ઓમાની હુમલાખોરની ઓળખ છતી થઈ
પાઈલટ પર હુમલો કરનાર શંકાસ્પદ કો-પાઈલટની ઓળખ ઓમાનના નાગરિક હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ઉગ્રવાદી વિચારોને કારણે ઓમાન દ્વારા કો-પાઈલટ પર ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં યુએઈ સ્થિત એરલાઈન દ્વારા તેની ભરતી કરવામાં આવી હતી. યુએઈના રાજદ્વારી સલાહકાર અનવર ગરગાશે જણાવ્યું કે, ફ્લાયદુબઈના કો-પાઈલટે પાઈલટ પર ઈમરજન્સી કુહાડીથી હુમલો કર્યો હતો. તેમણે આ ઘટનાને 'ગંભીર આતંકવાદી કૃત્ય' ગણાવ્યું હતું. ગરગાશે ઉમેર્યું કે ભારતીય પાઈલટ સ્મિત મચ્છરે મોટી દુર્ઘટના સર્જી શકે તેવી જોખમી પરિસ્થિતિમાં દર્શાવેલી હિંમત અને જવાબદારી બદલ તેઓ દરેક પ્રશંસાને પાત્ર છે.
અહેવાલો મુજબ, હમ્મામીએ ઓમાન બહાર ખાસ કરીને સિરિયામાં ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તે કથિત રીતે ઉગ્રવાદી વિચારોના સંપર્કમાં આવ્યો હતો. નેતન્યાહૂએ પણ જણાવ્યું હતું કે કો-પાઈલટનું ઈસ્લામિક કટ્ટરપંથીકરણ થયું હતું.




