Gujarat

ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો 2,798.16 કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી 1,830 મીટરની ટનલની 40 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી 24 કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી 11.5 મહિનામાં 683 મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે 60 ટકા ટનલ પૂર્ણ કરતાં એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન

Longest Railway Tunnel in Gujarat Poshina : તારંગા-અંબાજી-આબુ રોડ રેલવેનો 2,798.16 કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી 1,830 મીટરની ટનલની 40 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ કામગીરી 24 કલાક યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીની મદદથી 11.5 મહિનામાં 683 મીટર ટનલ તૈયાર કરાઈ છે. જ્યારે 60 ટકા ટનલ પૂર્ણ કરતાં એક વર્ષનો સમય લાગશે. આ પ્રોજેક્ટ શરુ થતાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાત, રાજસ્થાનના લોકોને કનેક્ટિવિટી સરળતાથી મળશે.

તારંગા-અંબાજી-આબુ રોડ સુધીના 11.65 કિલોમીટરના નવો રેલવે લાઇન પ્રોજેક્ટ અંતર્ગત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ નિર્માણ પામી રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટનલ ગુજરાતની સૌથી લાંબી ટનલ છે. જેની કુલ લંબાઈ 1,830 મીટર રહેશે. ટનલને બનાવવા માટે મુખ્ય ઇજનેરે જણાવ્યું કે, કામ દરમિયાન અનેક પડકાર આવે છે પરંતુ અંદર કામ કરતાં મોટાભાગના લોકો અનુભવી હોવાથી ખાસ વાંધો આવતો નથી. ટનલ બનાવવા માટે ટેમરોક નામના મશીનની મુખ્ય ભૂમિકા છે.

ટનલની 60 ટકા કામગીરી પૂર્ણ કરતાં હજુ એક વર્ષ લાગશે

ટનલમાં એક મિનિટ રહેવું અઘરું હોવાથી વેન્ટિલેશન મશીન મૂકાયું છે. જેમ ટનલની અંદર જઈએ તેમ ગરમી વધુ લાગે છે અને ઓક્સિજન ઓછો થતો જાય છે. જેથી 1 મિનિટ પણ રહેવું અઘરું હોય છે. જેના માટે મોટું વેન્ટિલેશન મશીન મૂકાયું છે, જેથી ગરમ હવા બહાર આવે અને તાજી હવા અંદર આવે છે અને આ મશીન 24 કલાક ચાલુ રહે છે.

2028માં પ્રથમ ટ્રેન દોડાવાશે

તારંગા અંબાજી આબુ રેલવે લાઇન પ્રોજેક્ટને 2026-27 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. રેલવે સૂત્રોનું માનીએ તો અંદાજે 2028માં પ્રથમ રેલવે પાટા ઉપર દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: ચિંતાજનક આંકડા: ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. 65,100, આવક કરતા અઢી ગણું દેવું

પોશીના તાલુકામાં 2 હોલ્ટ સ્ટેશન બનશે

પોશીના તાલુકામાં પેટાછાપરા (હોલ્ટ) અને આંબા મહુડા (હોલ્ટ) એમ કુલ 2 સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત તાલુકામાં 8 મેજર બ્રિજ નિર્માણ પામશે, 1 રોડ ઓવર બ્રિજ બનશે અને 6 અંડર બ્રિજ બનાવવામાં આવશે.