અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli BJP Leader Assaulter case: અમરેલી જિલ્લાના દામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન થયેલા લોહિયાળ હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ધારાસભ્યની હાજરીમાં ભાજપના જ મહા મંત્રી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી હીરા નવાપરાને પોલીસે દબોચી લીધો છે. મળતી માહિતી અનુસાર હીરા નવાપરા પણ ભાજપ નેતા છે.
દામનગર ખાતે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે બ્રીજના ખાતમુહૂર્તનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ જાહેર કાર્યક્રમ દરમિયાન જ ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર હીરા નવાપરાએ ઘાતક હથિયાર વડે અચાનક હુમલો કરી દીધો હતો. ધારાસભ્ય અને અન્ય નેતાઓની હાજરીમાં જ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

હુમલાની ગંભીરતાને જોતા અમરેલી પોલીસ તુરંત હરકતમાં આવી હતી. અમરેલી DySP ચિરાગ દેસાઈએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, હુમલાખોર આરોપી હીરા નવાપરાને પોલીસના સંકજામાં લઈ લેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું અને કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ.










