નેપાળમાં ઓચિંતા પૂર : 384 સહેલાણીઓ પૈકી 105 ભારતીઓ લાપત્તા : આંક વધી પણ શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નેપાળ ટુરીઝમ બોર્ડે પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરી છે : લાપત્તા ૩૮૪ પૈકી ૨૯૧ વિદેશી નાગરિકો છે જ્યારે ૯૩ નેપાળના નાગરિકો છે
કાઠમંડુ : તિબેટમાં ગ્લેસિયર પીગળતા તેનો જળ પ્રવાહ નેપાળ તરફ વહેતાં આવેલાં પ્રચંડ પૂરોમાં ૩૮૪ જણા તણાઈ ગયા હતા, જે પૈકી ૧૦૫ ભારતીયો છે. આ પ્રચંડ જળ પ્રવાહ સાથોસાથ થયેલી ભારે વર્ષાએ નેપાળની કોશી અને ભોટે નદીઓને ગાંડીતૂર બનાવી દીધી હતી. પરિણામે આજે (બુધવારે) સવારે રાસુવા જિલ્લામાં તો તબાહી વેરાઈ ગઈ છે.
આ માહિતી આપતાં નેપાળ ટુરીઝમ બોર્ડે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી પ્રમાણે તે પૂરમાં ૨૯૧ વિદેશી નાગરિકો અને ૯૩ નેપાળી નાગરિકો પૂરનો ભોગ બન્યાં હતાં જે વિદેશી નાગરિકો તણાઈ ગયા હતાં તેમાં સૌથી વધુ ભારતીય સહેલાણીઓ હતા.
નેપાળ ટુરીઝમ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે તણાઈ ગયેલાઓમાં ભારતીયો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડઝ, યુનાઈટેડ સ્ટેટસ, મેલેશિયા, યુ.કે. અને સાઉથ આફ્રિકાના નાગરિકો છે. બીજા ક્યા ક્યાં દેશના નાગરિકો તણાઈ ગયા છે તે હજી નિશ્ચિત કરવાનું છે.
નેપાળ ટુરીઝમ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે તેમણે ૧૦ ટ્રાવેલ એજન્સીઓ અને ટુરીઝમ એજન્સીઓનો સંપર્ક સાધ્યો છે. તેમજ ગાઇડઝ તથા સ્થાનિક સત્તાવાળાઓ અને સલામતી એજન્સીઝના પણ સંપર્કમાં છે. જે દ્વારા તણાઈ ગયેલાંઓનાં મૂળ નિવાસસ્થાનનાં શહેરો તથા તેમના વિષે જે કોઈ વિશેષ માહિતી તેમની પાસે હોય તે ટુરીઝમ બોર્ડને આપવા જણાવી દીધું છે. સાથે ઈમર્જન્સી ટેલીફોન નંબરો પણ આપ્યા છે.
ભારતે તુર્ત જ નેપાળના અધિકારીઓનો સંપર્ક સાધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાબેત શાહનો સંપર્ક સાધી નેપાળને દરેક પ્રકારની સહાય કરવા તત્પરતા દર્શાવી છે સાથે ભારતમાંથી તબીબી સહાય ટુકડીઓ તેમજ રાહત સહાય ટુકડીઓ નેપાળ મોકલવા સાવધી કરી દીધી છે તે પૈકી એક જથ્થો તો રવાના થઈ પણ ચૂક્યો છે.




