Entertainment

સિદ્ધાંત, અલીઝેહની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
વિકાસ બહેલ અને સિદ્ધાંત ચતુર્વેદી ફરી એકવાર યુકેના 90ના દાયકાના ભાંગડા-પોપ ફ્યુઝન પર આધારિત ફિલ્મ 'ટ્રાઇબ' માટે સાથે કામ કરશે. મુંબઈમાં આ જાહેરાત થઈ, જેમાં સિદ્ધાંત સાથે અલિઝેહ અગ્નિહોત્રી પણ જોવા મળશે. સપ્ટેમ્બરથી યુકેમાં શૂટિંગ શરૂ થશે અને 2027ના મધ્ય સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મ પંજાબી અને વેસ્ટર્ન મ્યુઝિકના અનોખા મિશ્રણની વાર્તા કહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાંત, અલીઝેહની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે
  • વિકાસ બહલ અને સિદ્ધાંતનું વધુ એક કોલબરેશન
  • યુકેનાં 90ના દાયકાના ભાંગડા પોપ ફ્યૂઝન આધારિત વાર્તા હશે

મુંબઈ : વિકાસ બહેલની આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અલિઝેહ અગ્નિહોત્રીની જોડી ચમકશે. આ ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે 'ટ્રાઇબ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મની પ્રેરણા ૧૯૯૦ના દાયકામાં ભાંગડા-ફ્યુઝન પોપના ઉદયમાંથી મળી છે. યુકેનું પંજાબી મ્યુઝિક પરંપરાગત પંજાબી લોકગીતો અને પશ્ચિમી મ્યુઝિક શૈલીનું અનોખું મિશ્રણ છે. ઇમિગ્રેશન કરનારી પેઢીના સંતાનોએ એક પગ પંજાબમાં અને એક પગ યુકેમાં રાખી નવા અવાજને વાચા આપી હતી. આ સંગીત એવું મજેદાર બની રહ્યું હતું કે દરેક વયના લોકોને તેના તાલે નાચવાની મજા પડતી હતી.
સિદ્ધાંત ચતુર્વેદીની વિકાસ બહેલ સાથે આ બીજી ફિલ્મ છે. તેમની પહેલી ફિલ્મ 'દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ' હજી રજૂ થઇ નથી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે પતાવી તેને ૨૦૨૭ની મધ્યમાં રજૂ કરવાનું આયોજન છે.