મોરબીમાં પોલીસના 'હપ્તા રાજ'નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi Police: પોલીસના માથે અવાર-નવાર ભ્રષ્ટાચારના આરોપનું ટીલું લાગતું હોય છે. એવામાં મોરબીમાં ફરી એક આવી ઘટના સામે આવી છે, જેણે પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કર્યા છે. હકીકતમાં, મોરબીમાં પોલીસ દ્વારા કથિત રીતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, એક પોલીસકર્મી હપ્તા લેવા માટે ઊભો છે અને તેના હાથમાં એક ડાયરી છે. આ ડાયરીમાં યાદી બનાવવામાં આવી છે અને એ યાદી મુજબ તે ચેક કરે છે કે, કોનો હપ્તો આવી ગયો છે અને કોનો હપ્તો લેવાનો બાકી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત
પોલીસ કરે છે હપ્તાખોરી?
મળતી માહિતી મુજબ, આ વાઈરલ વીડિયો મોરબીના પીપળી રોડનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતી પોલીસ ટ્રેક્ટરચાલકો પાસેથી હપ્તા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. વીડિયોમાં એક પોલીસકર્મી ઊભો છે અને તેના હાથમાં એક ડાયરી છે. પોલીસકર્મી ડાયરીમાં લિસ્ટ ચેક કરે છે અને હપ્તો બાકી છે એવું કહીને ટ્રેક્ટરચાલક પાસે હપ્તો માંગે છે.
ટ્રેક્ટરચાલકનો આરોપ
સમગ્ર મુદ્દે ટ્રેક્ટરચાલકનો આક્ષેપ છે કે, જે ટ્રેક્ટરચાલક હપ્તો નથી આપતા તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે. પોલીસ ટ્રેક્ટરચાલકો પાસેથી રૂ. 500થી લઈને રૂ. 2000 સુધીનો હપ્તો વસૂલે છે. ટ્રેક્ટરચાલકો પાસેથી આ હપ્તો 1 થી 5 તારીખ સુધીમાં ઉઘરાવવામાં આવે છે.
નોંધનીય છે કે, એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ પોલીસની હપ્તાખોરીની પોલ ખુલી છે. જોકે, વીડિયોમાં પોલીસ સાથે પૈસા બાબતે કોઈ સ્પષ્ટ ચર્ચા જોવા મળતી નથી. પરંતુ, પોલીસની ડાયરીમાં એક લિસ્ટ છે, જેમાં અલગ-અલગ લોકોના નામ જોવા મળે છે, જે હપ્તા બાકી હોવાની રકમની યાદી હોવાની આશંકા છે.









