રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરુ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

File Photo |
Railway News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે નવી ટ્રેન સેવાઓ શરુ કરવામાં આવી રહી છે. આ ટ્રેન સેવાઓ 15 અને 16 નવેમ્બર, 2025થી નિયમિતપણે શરુ થશે. આ ફેરફારોને કારણે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નિયમિત ટ્રેનોની વિગતો:
| ટ્રેન નંબર | નામ | પ્રસ્થાન (Departure) | આગમન (Arrival) | કાર્યકાળ (Periodicity) | ક્યારથી થશે શરૂ? |
| 59561 | રાજકોટ-પોરબંદર દૈનિક પેસેન્જર | રાજકોટથી સવારે 8:35 વાગ્યે | પોરબંદર 13:15 વાગ્યે | દૈનિક (Daily) | 15/11/2025 |
| 59562 | પોરબંદર-રાજકોટ દૈનિક પેસેન્જર | પોરબંદરથી 14:30 વાગ્યે | રાજકોટ 18:55 વાગ્યે | દૈનિક (Daily) | 15/11/2025 |
| 59563 | રાજકોટ-પોરબંદર પેસેન્જર | રાજકોટથી 14:50 વાગ્યે | પોરબંદર 20:30 વાગ્યે | સાપ્તાહિક 5 દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) | 16/11/2025 |
| 59564 | પોરબંદર-રાજકોટ પેસેન્જર | પોરબંદરથી 7:50 વાગ્યે | રાજકોટ 12:35 વાગ્યે | સાપ્તાહિક 5 દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) | 15/11/2025 |
પ્રારંભિક સ્પેશિયલ ટ્રેન:
ટ્રેન નંબર 09561 રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ (Inaugural Special) 14 નવેમ્બર, 2025ના રોજ રાજકોટ સ્ટેશનેથી સવારે 10:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 14:40 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
મુખ્ય રોકાણ અને સ્ટોપેજ (Stoppages):
ઉપરોક્ત તમામ ટ્રેનો પોતાની મુસાફરી દરમિયાન ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવના સ્ટેશનો પર રોકાશે.
સમયમાં ફેરફાર
નવી ટ્રેનો શરુ કરવાના ભાગરૂપે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
| ટ્રેન નંબર | રૂટ | જૂનો પ્રસ્થાન સમય | નવો પ્રસ્થાન સમય | જૂનો આગમન સમય | નવો આગમન સમય |
| 19572 | પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ | પોરબંદરથી 2:35 વાગ્યે | પોરબંદરથી 4:00 વાગ્યે | રાજકોટ 6:55 વાગ્યે | રાજકોટ 7:20 વાગ્યે |









